Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 20-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજાયું

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 20-07-23  બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજાયું


         બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં વાલી સંમેલનનું આયોજન થયું. અગાઉ નક્કી કરેલા નિર્ધારિત એજન્ડા મુજબ ગામના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાલી સંમેલનમાં શાળાના શિક્ષક મનુભાઈ ગાબુ દ્વારા જ્ઞાન શક્તિ, જ્ઞાન સાધના, શિષ્યવૃતિ પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ચર્ચા કરી વાલીઓને જાગૃત કરવામાં આવ્યા. તેમજ વાંચન,ગણન લેખન,માં નબળા બાળકોના વાલીઓને જાણ કરી પોતાના બાળક પ્રત્યે રાખવાની તકેદારી અંગેની ચર્ચા કરી. તેમજ બાળકની દિનચર્યા જેવી કે સવારમાં વહેલા ઉઠી તમામ પ્રકારની ક્રિયાઓ પતાવી પોતાના મા બાપને વંદન કરવા તેમજ ભગવાનને વંદન કરી ત્યારબાદ જ રોજની ક્રિયાઓ શરૂ કરવી તેવું માર્ગદર્શન આપી બાળકમાં સુટેવ વિકસે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વાલીઓને પોતાના બાળકના હોમવર્ક અંગે માર્ગદર્શિત કર્યા હતા. આ ઉપરાંત શાળામાં યુનિફોર્મ બદલવાનો હોય તમામ વાલીઓને તે અંગે જાણ કરી સૂચનો મંગાવી નવા યુનિફોર્મની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વાલીશ્રીઓએ હકારાત્મક સૂચનો આપી કાર્યક્રમને સંગીન બનાવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...