Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 23-07-23 બોટાદના ગઢડાની રામપરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ.
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં મહામંત્રીના પદ માટે બાળ સંસદની લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી.
આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ જ ચૂટણી કમિશ્નર,પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, બી.એલ.ઓ.,મતદાર એજન્ટ, મહિલા પોલીસ અને પટ્ટવાળાની ભૂમિકા આદા કરી હતી . સૌ પ્રથમ મહામંત્રી બનવા માટે પાંચ ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી પત્ર ભરી શાળાના ચૂંટણી કમિશનરને રજૂ કર્યા હતા તથા શાળાના તમામ બાળકોએ આધાર કાર્ડ સાથે રાખી ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવાનો લાભ લીધો હતો. ઈ.વી.એમ.ની મોબાઈલ એપ દ્વારા ભારતીય ચૂંટણી પંચની જેમ જ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટના ઉપયોગ દ્વારા બાળકોએ ગુપ્ત રીતે મતદાન કર્યુ હતુ. ચૂંટણી કમિશનર જાદવ હાર્દિકભાઈની દેખરેખ નીચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કોશિયાણી સચિન પ્રવીણભાઈ વિજેતા જાહેર થયા હતા ચૂંટણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો