Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 03-07-23 બોટાડના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં અંધશ્રધ્ધાથી દૂર રહો માહિતી માટેનો કેમ્પેન યોજાયો.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં "અંધશ્રધ્ધાથી દૂર રહો" કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના ગુરુજી મનુભાઈએ અંધશ્રધ્ધાને લગતા પ્રયોગો કરી બતાવ્યા હતા. જેવા કે હાથ માંથી કંકુ કાઢવું, શ્રીફળ માંથી ચુંદડી, કંકુ, ચોખા, ફૂલ કાઢવા, આપ મેળે આગ પ્રગટાવવી, હાથમાં દીવોનો પ્રયોગો, મોમાં આગ નાખવી, નજરબંધી, કમળો મંત્રાવવો, ચપટી દાણાનો પ્રયોગ, હાથમાંથી સિક્કો/ રુદ્રાક્ષ કાઢવો, લોટીને ઉચ્ચી કરી ભૂતને કેદ કરો, શુકન - અપશુકન, ભોળાને ભોળવો, વગેરે પ્રયોગ નાટકીય સ્વરૂપે વિદ્યાર્થીઓ સાથે બતાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને અંધશ્રધ્ધાથી દૂર રહેવા માટેની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ કેમ્પેનનાં માધ્યમથી અંધશ્રધ્ધા નિવારણ માટે ગામના સેવાપ્રિય એવા વિનોદભાઈ ભરતભાઈ રાઘવાણી અને અશોકભાઈ ધનજીભાઈ મૂળાણી એ વિડિયો શુટિંગની સેવા આપી હતી, અને અંધશ્રધ્ધાનાં નાટકીય પ્રયોગો આવનાર દિવસોમાં youtube પર Bal-Nagari અને facebook ઉપર Mr M Gabu પર જોવા મળશે. મનુભાઈની આ કામગીરી ABP અસ્મિતા News ચેનલે તારીખ:-28/5/2023નાં રોજ "હૂતો બોલીશ" પર રોનકભાઈ સાથે "ઢોંગી ભુવાનો પર્દા ફાશ" કાર્યક્રમ આપ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો