Parichay Talks :- 414 12-08-22 ગારિયાધાર વિનય મંદિર ગ્રાન્ટેડ નિવાસી પ્રાથમિક શાળા ખાતે કલા ઉત્સવ કાર્યકમની ઉજવણી

 ગારિયાધાર વિનય મંદિર ગ્રાન્ટેડ નિવાસી પ્રાથમિક શાળા ખાતે કલા ઉત્સવ કાર્યકમની ઉજવણી

ગારિયાધાર તાલુકાના માંડવી કેન્દ્રવર્તી શાળા વતી શ્રી વિનય મંદિર ગ્રાન્ટેડ નિવાસી પ્રાથમિક શાળા ખાતે માંડવી, માનપુર, જાળિયા, ભમરિયા, મોટીવાવડી કન્યા તથા કુમાર શાળા, ખારડી, આમ માંડવી કેન્દ્રવર્તી શાળાના બાળકો દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો.

 જેમાં દરેક બાળકોએ અલગ અલગ કૃતિ રજૂ કરી હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, સંગીત કૌશલ્ય, બાળગીત જેવી કલાકૃતિમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યાં હતાં. પ્રથમ નંબર ને રૂ.૩૦૦/-બીજા નંબરને ૨૦૦/- ત્રીજા નંબરને ૧૦૦/- એમ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં હતાં. 

આભારવિધિ ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુરના નિયામક કરશનભાઈ ડાંગરે કરી હતી.

 આ કાર્યકમને સફળ બનાવવાં માટે સી.આર.સી. બીપીનભાઈ આલ, માંડવી કેન્દ્રવર્તી શાળાના આચાર્ય રમેશભાઈ પરમાર તથા વિનય મંદિર ગ્રાન્ટેડ નિવાસી પ્રાથમિક શાળાના આચાર્ય કેતનભાઈ ત્રિવેદી  ઉપસ્થિત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...