ભાવનગરમાં કલા સંઘ દ્વારા યોજાયેલ કલા પ્રદર્શનનું યુવરાજ જયવિરરાજસિંહના હસ્તે ઉદ્દઘાટન કરાયું
ભાવનગર શહેરના સરદારનગર પાસે આવેલ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે ભાવનગર કલા સંઘ દ્વારા બે દિવસીય વાર્ષિક કલા પ્રદર્શનનું યુવરાજ જયવિરરાજસિંહના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. ભાવનગર કલાનગરીમાં કલાના વિકાસ અને વિસ્તાર માટે ભાવનગર કલાસંઘ 2011થી કાર્યરત છે, જે કલા અને તેનાં આનુસંગિક વિકાસ અને વિસ્તરણ થાય તે માટે અનેક કલા વિષયક અનેક પ્રવૃત્તિઓ કરે છે અને દર વર્ષે કલાસંઘ ચિત્રોનું અનેરુ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવે છે.આ પ્રસંગે હિમાચલ મહેતા, દેવેનભાઈ શાહ, સાલુબેન બંસલ, ભરત પંડ્યા, બીપીન સોની તથા હેમલ ભટ્ટ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. કલા સંઘ છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે, ભાવનગરના તમામ ચિત્રકારોનું બે દિવસે પેન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 180 થી વધારે ચિત્રોનું પ્રદર્શન યોજાઈ ગયું અને ક્રિએટિવ, મોડર્ન, ફ્લાવરના, પક્ષીઓના, ઓઇલ પેઈન્ટીંગ, કલર ક્રિએશન, એક્રેલિક, પેન્સિલમાં તથા વોટર કલરમાં જુદી જુદી સ્ટાઇલમાં પેઇન્ટિંગોનું પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો