અમદાવાદના 6 આર્ટિસ્ટના "મુખાૈટે"દ્વારા મુંબઈમાં પેઈન્ટિંગ્સ, પોટરી અને સ્કલ્પચર્સનું એક્ઝિબિશનનું આયોજન કરાયું..
અમદાવાદના છ આર્ટિસ્ટ અને અને મોરબીના પેઈન્ટર્સ મળીને નેહરુ આર્ટ સેન્ટર મુંબઇમાં ગ્રુપ એક્ઝિબિશન મુખાૈટે દ્વારા રાખ્યું છે. મુખાૈટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશનના સ્થાપક નીલુ પટેલ સાથે ડિમ્પલ ટેલર, બંસુ શાહ સોમપુરા, દિલીપ પરમાર, શ્રુતિ સોની, મહેશ વાટલિયા અે ખ્યાતિ પટેલની ક્લા પંદરમી મે, 2023 સુધી ચાલનારા આ પ્રદર્શનમાં જોવા મળશે. કોકિલાબેન જી. પટેલના જી. જે. પટેલ ટેરિટેબલ ટ્રસ્ટ હેઠળ મુખાૈટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન કામ કરે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારતની લુપ્ત થતી જતી ક્લાને સાચવવા સાથે આધુનિક કલા અને કલાકારને પ્રોત્સાહન આપવાનો છે. મુખાૈટે ગ્રુપ સાથે જોડાયેલા બંસુ શાહ સોમપુરા જાણીતા શિલ્પકાર છે. મોરબીના દિલીપ પરમાર એક્સ્ટ્રકટ આર્ટના કલાકાર છે. મહેશ વટાલિયા પોટરી, સિરામિક્સ અને કલ્પચરના અનુભવી ક્લાકાર છે. નીલુ પટેલ ત્રીસ વર્ષથી પેપર મેશીના કાર્ય સાથે સંક્ળાયેલાં છે અને તે બદલ તેમને અનેક પુરસ્કારો મળ્યાં છે. અમદાવાદની શ્રુતિ સોની પણ ઉત્તમ ચિત્રકાર છે અને તેના માટે ક્લા એ મેડિટેશન છે. વૉટર કલર પેઈન્ટિંગ્સમાં તેની કાબિલેદાદ છે. જયારે ડિમ્પલ ટેલર વૉટર ક્લર પેઈન્ટિંગ, અને પેન્સિલ સ્કેચિંગમાં નિપુણ છે. ખ્યાતિ પટેલ પાયલટ છે, પાયરોગ્રાફીમાં નિષ્ણાત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો