ક્યાં કશું અટકાવી શકાય છે...... કવયિત્રી :-શિલ્પા પાઠક પ્રજાપતિ. - વડોદરા.
ભૂખથી વધારે શું જમી શકાય છે?
એક સામટા શ્વાસ સાથે લઇ શકાય છે?
જતી ક્ષણોને ક્યાં રોકીને પકડી શકાય છે.
સમયે છેલ્લા શ્વાસને અટકાવી શકાય છે?
વરસતા વરસાદને કેમનો અટકાવી શકાય છે?
સાગરની ભરતીઓટને કોઇથી બદલી શકાય છે?
દિશાઓમાંથી વહેતા પવનને બદલી શકાય છે?
શિલ્પ ગયેલા સમયને પાછો લાવી શકાય છે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો