ભાવનગરની સાત શાળાના સ્કાઉટ ગાઈડના બાળકો ટ્રેકિંગ કેમ્પમાં જોડાયાં
કુલુ - મનાલી ખાતે નેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પ યોજાશે
ભાવનગરની જુદી જુદી સાત શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો કુલુ-મનાલી ખાતે નેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પમાં જોડાયાં હતા. ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ પોતાનુ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યુ છે ત્યારે પ્રક્રૃતિના સાનિધ્યમાં કુદરતને ભરપુર માણવા તા.23 એપ્રિલથી 03 મે દરમ્યાન ભાવનગરની જુદી જુદી સાત શાળાના સ્કાઉટ ગાઈડ બાળકો કુલુ - મનાલી ખાતે નેચરસ્ટડી એન્ડ ટ્રેકિંગ કેમ્પમાં જોડાયાં હતા. આ કેમ્પ દરમ્યાન બાળકો જોગણી ફોલ, અંજની મહાદેવ, હીડીમ્બા મંદીર, વશિષ્ઠ મંદિર, મનીકરણસાહેબ, નગ્ગર, બૈજનાથ મહાદેવ વીગેરે સ્થળોની મુલાકાત લીધી હતી, કસોલ કેમ્પ સાઈટ પર રાત્રી રોકાણ કરી કેમ્પ ફાયરનો વિશેષ આનંદ માણ્યો હતો, જ્યારે રીવર ક્રોસીંગ, રેપ્લીંગ, ક્લાઈમ્બીગ, રીવર રાફ્ટીગ, આર્ચરી, જેવી એડવેન્ચર એક્ટીવીટીનો આનંદ માણ્યો હતો, અટલ ટનલની મુલાકાત લઈ લાહોલ સ્પીતી જિલ્લાના કકસાર ખાતે બર્ફીલા પર્વતોમાં ટ્રેકિંગનો આનંદ માણ્યો હતો, રાત્રે સ્ટાર ગેજીગ અને રાત્રી રંમતોરમી સાહસના પાઠો શીખ્યા હતા. તા.30ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની "મન કી બાત" કાર્યક્રમમાં સોલાગવેલી અંજની મહાદેવ ખાતેથી જોડાયા હતા, સમગ્ર કેમ્પનું સંચાલન જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટ અને ગાઈડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, આ કેમ્પને સફળ બનાવવા યશપાલભાઈ, હાર્દીકભાઈ, ઉજાસભાઈનો સહયોગ સાપડ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો