Parichay Talks (Education News) Dt :- 10-04-23 ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે લીધા સંકલ્પ

 ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે લીધા સંકલ્પ


ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે લીધા સંકલ્પ

ઈશ્વરિયા શનિવાર તા.૨૫-૩-૨૦૨૩

        વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણની વધતી સમસ્યા સંદર્ભે ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોએ પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લીધા છે. અહીંયા સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા માર્ગદર્શક કાર્યક્રમ યોજાયેલ.

        સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ માર્ગદર્શક કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ સંરક્ષણ સંશોધન સંઘ દ્વારા નિષ્ણાત ઈજનેર તુષારભાઈ  પંચોળીના દૃશ્ય શ્રાવ્ય નિદર્શન સાથે પૃથ્વી પરના પ્રદૂષણ અંગે ચિતાર અપાયેલ. શાળામાં ચાલતા 'ધરતી ના છોરું' અભિયાન સંદર્ભે આ આયોજનમાં વૈશ્વિક કક્ષાએ પ્રદૂષણની વધતી સમસ્યા સંદર્ભે વ્યવહારમાં પ્રદૂષણ સામે જાગૃતિના પાઠ સમજાવાયેલ. અહી બાળકોએ પર્યાવરણ રક્ષા માટે સંકલ્પ લીધા છે.

        આચાર્ય હસમુખભાઈ પટેલ, કેળવણી મંડળ પ્રમુખ વીરશંગભાઈ સોલંકી તથા કાર્યકર્તા મૂકેશકુમાર પંડિતની ઉપસ્થિતિ સાથે અહી વિદ્યાર્થીઓ રસ સાથે સામેલ થયા હતા. આ પ્રસંગે શિક્ષક પ્રકાશભાઈ પંચાલે માર્ગદર્શક તુષારભાઈ પંચોલીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામના વતની શિક્ષક વિજયભાઈ મકવાણાએ પ્રાસંગિક વાત કરેલ.અહી યોજાયેલ માર્ગદર્શક કાર્યક્રમમાં સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કિરીટસિંહ ચૌહાણે ક્ષય બિમારી સામે દિવસ સંદર્ભે બાળકોને તબીબી માર્ગદર્શન આપ્યું હતું.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...