શબ્દની હું નાવ લખીને મોકલું, કવિ : - વહિદ શાહ - બોટાદ
શબ્દની હું નાવ લખીને મોકલું,
કવિ : - વહિદ શાહ - બોટાદ
શબ્દની હું નાવ લખીને મોકલું,
પ્રેમનો સુઝાવ લખી ને મોકલું,
હર રમત માં હાર મારી હોય છે,
જિંદગી ના દાવ લખી ને મોકલું,
કે અહી ફરિયાદ કોઈ લેતું,
એટલે તો રાવ લખી ને મોકલું,
લાગણી સમજી શકે મારી હવે,
હું હ્રદયના ધાવ લખીને મોકલું,
મૂલ્ય આનું તું નહી સમજી શકે,
આ ગઝલમાં ભાવ લખીને મોકલું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો