અલગારી એક હૂંફ છે મિત્રતા, કવયિત્રી - નિમુ ચૌહાણ " સાંજ "
અલગારી એક હૂંફ છે મિત્રતા,
ચા મા હોય જેમ સૂંઠ છે મિત્રતા.
અડવિતરા મનમોજીલાની ટોળકી,
સૌના એ રહસ્યોનુ દ્રુઢ છે મિત્રતા.
હોય પાસ તો ઝગડાય થાય કદી,
દુર થતા યાદોની ધુન છે મિત્રતા.
કોઈ હઠીલા કોઈ પ્રેમાળ હૃદયના,
રુઢેના કોઈ વાતે સબૂત છે મિત્રતા.
કોરા પાના જેવા જીવનમા આવી,
અધુરા વાક્યે વિરામ પુર્ણ છે મિત્રતા.
સુમસાન લાગે રાહ દુનિયાની પછી,
સંગાથી સાંજની આતુર છે મિત્રતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો