ગઢડાની પ્રાથમિક શાળામાં બાળકોને
આરોગ્યની પ્રાથમિક માહિતી અપાઈ.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં વિધાર્થીઓને અભ્યાસ સાથે અન્ય જાહેર જીવનની જરૂરિયાતથી માહિતગાર થઈ શકે તેવા હેતુ સાથે ગઢડા તાલુકાના વાવડી ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.. જેમાં વિદ્યાર્થીઓને સામાન્ય બાબતની ઇજા સમયે અને ગંભીર પ્રકારની બીમારી સહિતની જાણકારી, તકેદારી સહિતની વિસ્તૃત માહિતી શિબિર દરમ્યાન આરોગ્ય અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શનલક્ષી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને વિવિધ દવાઓ તેમજ ફર્સ્ટ એઇડ કીટ વિશે વિસ્તૃતપણે સમજ આપવામાં આવી હતી. જેમાં આજરોજ પ્રા. આ. કેન્દ્ર -મોટી કુંડળના તાબા હેઠળનું વાવડી ગામની પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એઈડ કીટ અને મેલેરીયા, ટીબી, કોરોના જેવા રોગ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ આવા જીવલેણ રોગોથી કઈ રીતે બચવું તે અંગેનું પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં આરોગ્ય કાર્યકર ચેતન માથુકિયા તેમજ શીતલબેન જાદવ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં વાવડી પ્રાથમિક શાળાના આચાર્ય, શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો