Parichay Talks (Education News) Dt :- 16-03-23 ભાવનગરના BPTIના વિદ્યાર્થીએ શ્રવણમંદો દુભાષિયા વગર વાતચીત કરી શકે તેવી એપ બનાવી.

 ભાવનગરના BPTIના વિદ્યાર્થીએ શ્રવણમંદો દુભાષિયા

 વગર વાતચીત કરી શકે તેવી એપ બનાવી.


          શ્રવણમંદો બોલી કે સાંભળી શકતા નથી તેથી તેઓ વાતચીત કરવા માટે સાઈન લેંગ્વેજ એટલે કે ઈશારાની ભાષાનો ઉપયોગ કરે છે. પરંતુ શ્રવણમંદ વ્યક્તિને સામાન્ય વ્યક્તિ સાથે વાત કરવી હોય તો ઇન્ટરપ્રિન્ટર એટલે કે દુભાષિયા સિવાય વાતચીત કરી શકાતી નથી. શ્રવણમંદો જ્યાં જાય ત્યાં ઇન્ટરપ્રિન્ટર હોય તેવું બનતું નથી ખાસ કરીને પોલીસ સ્ટેશન, કોર્ટ, બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર ખૂબ જ તકલીફ પડે છે. આ સંજોગોમાં સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ શ્રવણમંદો માટે સામાન્ય વ્યક્તિ જોડે વાતો કરી શકે તેવી એપ્લિકેશન બનાવીને શ્રવણમંદો માટે સ્માર્ટફોન પછી જાણે બીજી ક્રાંતિ કરી છે. સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટયૂટ, ભાવનગર ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હર્ષિલ મહેતાએ એક એવી એપ્લિકેશન બનાવી છે જેની મદદથી શ્રવણમંદ વ્યક્તિ મોબાઇલ ફોનમાં સાઈન લેંગ્વેજથી વાત કરે તો આ એપ્લિકેશન સાઈન લેંગ્વેજને ભાષામાં રૂપાંતરિત કરીને ફોનના સ્ક્રીન ઉપર ભાષામાં લખાયને આવી જાય છે.

         શ્રવણમંદ વ્યક્તિ જે કહે તે સામાન્ય વ્યક્તિ વાંચીને તુરંત સમજી જાય છે આ શોધ શ્રવણમંદો માટે સ્માર્ટ ફોન બાદ બીજી ક્રાંતિ ગણી શકાય કારણ કે સ્માર્ટફોનની શોધ થતા વીડિયો ચેટ શરૂ કરી શકાય અને શ્રવણમંદો એકબીજા કે પોતાના વાલીઓ અથવા શાળાના કર્મચારીઓ સાથે વાત કરી શકતા થયા હતા.પરંતુ સામાન્ય લોકો સાથે વાત કરવા માટે તો ઇન્ટર પ્રિન્ટર એટલે દુભાષિયાની જરૂર પડતી જ હતી આ એપ્લિકેશન ની શોધ થી હવે કોઈપણ શ્રવણમંદ વ્યક્તિ કોઈપણ સામાન્ય વ્યક્તિ સાથે આ એપ્લિકેશનથી વાત કરી શકશે. આ રીતે આ એપ્લિકેશન ની શોધ અત્યંત ઉપયોગી બની રહેશે.

         પ્રાથમિક તબક્કે આ એપ્લિકેશન સાઇન લેંગ્વેજનું ઇંગ્લિશમાં રૂપાંતર કરે છે પરંતુ આગળ વધુ સંશોધન થતાં તમામ ભાષાઓમાં ભાષાંતર કરી શકાશે તેમ સંશોધક હર્ષિલ મહેતાનું કહેવું છે. રાહુલભાઈ મહેતા અને સ્નેહલતાબેન મહેતા ના પુત્ર હર્ષિલ એપ બનાવવા પાછળનો યશ બીપીઆઈના પ્રોફેસરોના માર્ગદર્શનને આપે છે. આ એપ્લિકેશનનું ડેમોન્ડસ્ટ્રેશન ભાવનગરની બહેરા મૂંગા શાળાના પ્રતિનિધિઓને આ શોધ બદલ હર્ષિલને અભિનંદન આપ્યા હતા.

         આમ ભાવનગર શહેરમાં આવેલી ભાવસિંહજી પોલિટેકનિક સંસ્થાના વિદ્યાર્થી હર્ષિલ મહેતાએ શ્રવણમંદો માટે દુભાષિયાની જરૂર ન પડે તેવી એપ્લિકેશનનું સંશોધન કર્યું છે જે સ્માર્ટ ફોન પર સાઈન લેન્ગવેજને ભાષામાં ફેરવી આપે છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...