કૃષ્ણ મારું મન હૃદયને કૃષ્ણ હૈયે હામ છે, કવયિત્રી :- દિવ્યા એમ.પુરોહિત - "બંસરી"
દિવ્યા એમ.પુરોહિત - "બંસરી"
કૃષ્ણ મારું મન હૃદયને કૃષ્ણ હૈયે હામ છે,
હર હ્રદય ધબકાર માંહે એક એનું ધામ છે.
સ્નેહ આ અવિરત રહે આ લાગણી ના દ્વાર પર,
એક બસ એના થકી આ જીવને આરામ છે.
તવ ચરણ મસ્તક નમાવી એટલું ચાહું છું હું,
તું સદા મમ્ સાથ રહેજે એજ બસ વિશ્રામ છે.
જે પળે જે નામ લઈને યાદ કરું તો આવજે
કૃષ્ણ, મોહન, કહાન,તારા કેટલા જો નામ છે.
આજનો દિવસ તને અર્પણ કરું છું નાથ હું,
જિંદગી નું નામ બીજું છે ને એતો શ્યામ છે.
વાહ....
જવાબ આપોકાઢી નાખો