જાહ્નવી કપૂરની સોશિયલ મીડિયા પોસ્ટ ક્યૂટ દેખાઈશ
તો જ EMI ભરી શકીશ",મેળવો માહિતી.
જાહ્નવી કપૂર એ એક્ટ્રેસમાંથી એક છે, જે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખે છે. રીલ લાઈફમાં તે જેટલી સાધારણ દેખાય છે, તેટલી જ રિયલ લાઈફમાં ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર જેટલા પણ ફોટો જાહ્નવી પોસ્ટ કરે છે. તેનાથી તે સારી કમાણી કરે છે. તેનાથી તે EMI પણ ભરે છે. ફિલ્મમેકર બોની કપૂરની લાડકી દિકરી જાહ્નવી કપૂર રિયલ લાઈફ અને રીલ લાઈફ બન્નેમાં ખૂબ જ અલગ છે.
ઓનસ્ક્રીન ઈમેજમાં જ્યાં તે ખૂબ જ શરમાળ અને સાધારણ બતાવવામાં આવે છે. ત્યાં જ ઓફસ્ક્રીન તેનો ગ્લેમરસ અવતાર જોઈ ફેન્સ દિવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા પર જાહ્નવી કપૂર પોતાની ફેનફોલોઈંગ ખૂબ જ વધારે છે. સોશિયલ મીડિયા પર જાહ્નવી ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કરે છે. આટલું જ નહીં આ ફોટો પોસ્ટ કરીને તે મોટી કમાણી પણ કરે છે. આ પૈસાથી તે પોતાની EMI ભરે છે. જાહ્નવીએ પોતે આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો,એક ઈન્ટરવ્યૂમાં જાહ્નવીએ પોતાની રીલ અને રિયલ લાઈફને લઈને વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે, "મને લોકો ઘણી વખત એવું પુછે છે કે ફિલ્મોમાં તો મારી એક મિડલ ક્લાસ યુવતી અને સાધાર દેખાતી યુવતી જેવી ઈમેજ છે. ત્યાં સોશિયલ મીડિયા પર હું એકદમ ગ્લેમરસ જોવા મળું છું. એવામાં લોકો માટે બન્નેની વિવિધ ઈમેજ ગળે ઉતરવી મુશ્કેલ છે. હકીકતે હું આ વાતની ચિંતા નથી કરતી.
* Shining Diva Fashion Latest One Gram Gold Plated Set of 8 Traditional Bangles for Women and Girls
હું આ રીતનું કેલ્યુલેશન કરવાથી બચુ છું. દર્શનક જ્યારે મને મનીષ મલ્હોત્રાની સાડીમાં જુએ છે, ત્યાં જ બીજી તરફ અચાનક કુર્તા પાયજામામાં જોવે છે, તો તેમના મનમાં મારી બે ઈમેજ ક્રિએટ થઈ જાય છે. એક વસ્તુ મારા આર્ટનો ભાગ છે, તો બીજી ક્યાંકને ક્યાંક મારી પર્સનલ લાઈફ છે. હું તેના વિશે વિચારૂ છું અને પ્રયત્ન કરૂ છુ, કે વધારેમાં વધારે રિયલ અને સાચ્ચી રહું. જે છું તે જ લોકોને બતાવું. રિયલ લાઈફમાં હું જેવી છું તેવી જ દેખાવું. રીલ લાઈફમાં જે પાત્ર મળે તેને સારી રીતે નિભાવવા પર હું વિશ્વાસ રાખુ છુ એક એક્ટર એ જ છે જે રિયલ લાઈફ અલગ રાખીને રીલમાં પોતાની ભુમિકામાં સારી રીતે ઉતરી જાય."જાહ્નવી કપૂરે જણાવ્યું, "સોશિયલ મીડિયા લાઈફ મારી ખૂબ જ શાનદાર છે. હું પોતાની આ પોસ્ટ્સથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરૂ છું કે અન્ય બ્રાન્ડ્સ મને એન્ડોર્સમેન્ટ્સ માટે અપ્રોચ કરે, જેમાં પોતાની EMI ભરી શકું. હું લાઈફમાં કંઈ પણ સીરિયસલી લેવાનું પ્રિફર કરતી નથી. મારો સોશિયલ મીડિયા મારા માટે એક શાનદાર વિકલ્પની જેમ છે. જો હું ક્યૂટ દેખાવ છું તો પાંચ વધુ એક્સ્ટ્રા લોકો મારો ફોટો જોશે. મને બ્રેન્ડ્સ જોશે. વધારે કમાઈ શકીશ અને EMI સરળતાથી ભરી શકીશ."
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો