Parichay Talks :- 413 (1) 11-08-22 પાલીતાણાની મોડલ સ્કૂલ, માનવડ ખાતે દેશભક્તિના રંગો છવાયાં.

 પાલીતાણાની મોડલ સ્કૂલ, માનવડ ખાતે દેશભક્તિના રંગો છવાયાં.

ભારતમાતા, રાણી લક્ષ્મીબાઇ સહિતની વેશભૂષાએ શાળામાં આકર્ષણ જમાવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના ’તિરંગા અભિયાન’ માં દેશ પ્રત્યે જોડાવાની ભાવના સાથે જોડાઇ આજે બધાં લોકો આગળ આવી રહ્યાં છે. ત્યારે આજે ભાવનગરની પાલીતાણાની મોડલ સ્કૂલ, માનવડમાં બાળકો ભારત માતા, રાણી લક્ષ્મીબાઇ વગેરેની વેશભૂષા સાથે આવીને દેશભક્તિનો અદભૂત માહોલ બનાવ્યો હતો.

વિદ્યાર્થીઓ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઇને વિવિધ સ્પર્ધાઓ જેવી કે, લેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા, વકૃત્વ સ્પર્ધામાં જોડાઇ રહ્યાં છે.

આઝાદી કા અમૃત મહોત્સવ ભાવનગરની દરેક ગલી સાથે દરેક શાળા કોલેજોમાં પહોંચ્યો છે. અને વિદ્યાર્થીઓનો ઉમંગ- ઉત્સાહ એમ જ દેખાઇ આવે છે.

રાષ્ટ્ર ભાવનાનો આવો સંચાર શાળામાં થતો હોય તે દેશનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે તેવો વિશ્વાસ તેમને જોયાંથી આવ્યાં વગર રહેતો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...