Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 14-09-23 બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ બારૈયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત
સમગ્ર દેશમાં ૫મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી નાનાજી દેશમુખ ઓડિટોરીયમ બોટાદ ખાતે કરવામાં આવેલ. જેમાં જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, માન. જિલ્લા વિકાસ અધિકારી, માન.અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી , પદાધિકારી ઓ અને અનેક સારસ્વત મહાનુભવોની હાજરીમાં જુનવદરના રહીશ અને ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ મનજીભાઈ બારૈયાને ગરિમાપૂર્ણ રીતે 15000રૂપિયા ધનરાશી અને શાલ સાથે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તથા ઉમદા કાર્ય બદલ શાળાને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. અશ્વિનભાઈ બારૈયાને આ પૂર્વે પણ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર અને પૂ.મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા શાળા પરિવાર અને ગામલોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી અને સૌએ અભિનંદન પાઠવ્યાં હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો