Parichay Talks (સન્માન) Dt :- 13-09-23 બોટાદના ગઢડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે જનડા પ્રાથમિક શાળાના શિક્ષક ગાબુ મનુભાઈને અપાયો એવોર્ડ
શિક્ષક દિવસની ઉજવણી નિમિતે બોટાદ જિલ્લામાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે "કર્મ એ જ ધર્મ"નો જેમનો સિદ્ધાંત છે એવા જનડા પ્રાથમિક શાળાના શિક્ષક મનુભાઈ ગાબુને "ગઢડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક" તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ વર્તમાન સમયના આચાર્ય તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમને આચાર્ય સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના કાર્યોની વાત કરવી તો સામાજિક ક્ષેત્રે અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમો, વ્યસન મુક્તિના કાર્યક્રમો ચલાવે છે.
આ અભિયાન દ્વારા અનેક લોકોને અંધશ્રદ્ધાથી દૂર કર્યા છે. તો અત્યાર સુધીમાં 182 લોકોને વ્યસન મુક્ત કર્યા છે. સંશોધન ક્ષેત્રે તેઓશ્રીએ "let's learner to read and write basic English part 1" બુક આપીને વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા કર્યા છે. આ ઉપરાંત તેઓ "ચાલો અંગ્રેજી વાંચતા શીખીએ" કાર્યક્રમ રવિવારના દિવસે શાળામાં ચલાવે છે. રવિવારના શિક્ષણકાર્ય થકી 246 વિદ્યાર્થીઓને તેઓએ અંગ્રેજી વાંચતા કર્યા છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી અને સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિ તેઓએ બાળકોને અપાવી છે.
શાળા આજે હરિયાળી છે તેમાં "વૃક્ષા રોપણ"થી લઈને તેના ઉછેરમાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. 300 થી વધારે વૃક્ષોથી આજે શાળા શોભી રહી છે. જેમની બાળકોને ભણાવવાની પદ્ધતિ જ કંઈક અલગ ધરાવે છે, જેવો સંસ્કાર સાથે શિક્ષણને અગ્રતા આપે છે, જેમનો "હું નહિ અમારો" એવો સિદ્ધાંત ધરાવે છે, જેમના કેન્દ્રમાં બાળક રચ્યો- પચ્ચીઓ રહે છે. તેઓ જનડા ગામ અને શાળાનું ગૌરવ છે. જેવો ઉગામેડી ક્લસ્ટરનું ગૌરવ છે. એવા ગાબુ મનુભાઈ આજે "ગઢડા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક" તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે, ત્યારે સર્વ ગર્વની લાગણી અનુભવે છે. આ પ્રસંગે ગાબુ મનુભાઈઆ એવોર્ડ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને ગુરુજીને અને પોતાના પરિવારને સમર્પિત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો