Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 11-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે “શિક્ષક દિન”ની ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 11-09-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે “શિક્ષક દિન”ની ઉજવણી કરાઈ


         મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે તા. પ સપ્ટે. શિક્ષક દિવસની ઉજવણીના અનુસંધાને તા. ૦૪-૦૯-૨૦૨૩ને સોમવારના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 
આપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને ગુરુ માનવામાં આવે છે. શિક્ષકને આપણી સંસ્કૃતિમાં અને ગ્રામીણ સંસ્કૃતિમાં માસ્તર શબ્દની લોકવાયરા છે માસ્તર એટલે માં જેટલું સ્તર. એટલા માટે જ શિક્ષકને ગ્રામીણ ભાષામાં માસ્તર કહેવામાં આવે છે. એટલે કે શિક્ષકને ભારતીય સંસ્કૃતિમાં મા જેટલો દરજ્જો આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષકને ગુરૂ તરીકે પણ માનવામાં આવે છે. 
          આપણા જીવન, સમાજ અને દેશ માં શિક્ષકોના યોગદાનને સન્માન આપવા માટે આપણે દર વર્ષે ૫ સપ્ટેમ્બર ના દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. આ શિક્ષક દિવસ મનાવવા પાછળનું એક કારણ છે ૫ સપ્ટેમ્બરના દિવસે ભારત દેશના એક મહાન વિભૂતિ ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન નો જન્મ દિવસ હતો.  
ડો. સર્વપલ્લી રાધાક્રિશ્નન ભારત દેશના રાષ્ટ્રપતિ બન્યા.  ત્યારે લોકોએ તેમને તેમનો જન્મ દિવસ ઉજવવાનું કહેવામાં આવ્યું. તો તેમણે કહ્યું કે ૫ સપ્ટેમ્બરના રોજ મારો જન્મ દિવસ ઉજવવાને બદલે ભણતરને મારૂ સમર્પણ સમજીને આ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવો જોઈએ.ત્યાર પછી ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 
        નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિધાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.  નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતેના બી.કોમ., બી.એ., બી.બી.એ., બી.સી.એ., ફેશન ડિઝાઈન, એમ.એસ.ડબલ્યુ., એમ.કોમ., એમ.એ., ડી.એન.વાય.એસ. અને વિવિધ ડીપ્લોમાં કોર્ષની વિધાર્થીનીઓએ આજના દિવસે કોલેજની પ્રાધ્યાપક, શિક્ષકો,  પ્રિન્સીપાલ, વહીવટી કાર્ય જેવી વિવિધ જવાબદારી નિભાવી હતી અને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...