Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 10-09-23 ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ૨(બે) વિધાર્થીનીઓએની જીત
આંતર કોલેજ ૧૦ કી.મી. દોડ ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગરની વિધાર્થીનીઓએ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કર્યો
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગરની ક્રોસ કન્ટ્રીની ટીમમાં કુ.મકવાણા રંજન કે., કુ. ચૌહાણ વિલાસ બી., કુ. ડાભી રિદ્ધિ પી., કુ., ડાભી જ્યોતિ વી., કુ. કટેશીયા પાયલ આર. અને કુ. બારૈયા જીજ્ઞા જી.એ એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી ની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તળાજા ખાતે આંતરકોલેજ ક્રોસ કન્ટ્રી ૧૦ કી.મી. દોડની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં યુનીવર્સીટીની અલગ અલગ કોલેજની ૫૯ બહેનોએ ભાગ લીધો હતો જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી કુ. મકવાણા રંજન એ ૪૪.૩૧ મીનીટમાં ૧૦ કી.મી.ની દોડ પૂર્ણ કરી સમગ્ર યુનિવર્સીટીમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો જયારે કુ. વિલાસ ચૌહાણે ૧૦ કી.મી. ક્રોસ કન્ટ્રી ની દોડ ૪૫.૩૦ મીનીટમાં પૂર્ણ કરી સમગ્ર યુનિવર્સીટીમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત આંતર યુનિવર્સીટીની ટીમ માં મકવાણા રંજન, ચૌહાણ વિલાસ અને ડાભી રિદ્ધિ એ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આંતર કોલેજ ૧૦ કી.મી. ક્રોસ કન્ટ્રી દોડની સ્પર્ધામાં ઉત્કર્ષ પ્રદર્શન કરવા બદલ સમગ્ર ક્રોસ કન્ટ્રીની ટીમને કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો