Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 9-08-23 રાજકોટમાં વિનોબા ભાવે સરકારી શાળામાં નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયા.
રાજકોટમાં તાજેતરમાં શહેરની નામાંકીત સરકારી શાળા વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ની ધોરણ 6 થી 8ની વિદ્યાર્થીનીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ. અતિથી વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ તથા પ્રયાસ પેરેન્ટસ એસોસિયેશનાં શ્રીમતી પૂજાબેન પટેલ હાજર રહ્યા હતાં. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને શાળાનાં ઉત્સાહી આચાર્ય વનિતાબેન રાઠોડે સુંદર સ્વાગત કર્યું અને અતિથી વિશેષ પૂજાબેન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત મેંગોપીપલ પરીવારના રુપલબેન રાઠોડનું પુસ્તક અર્પણ કરી સુંદર આવકાર આપ્યું.
રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રીમતી પૂજાબેન પટેલ તથા પ્રોજેક્ટ મુસ્કાનનાં સ્થાપક રુપલબેન રાઠોડ દ્વારા દીકરીઓને સેનેટરી પેડની સાચી સમજણ સુંદર અને સરળ ભાષામાં આપવામાં આવ્યું. દરેક દીકરીઓને તેમનાં વરદ હસ્તે નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યાં .અંતે શાળાનાં આચાર્ય વનિતાબેન રાઠોડે આભાર વ્યક્ત કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત છેલ્લા ૬ વર્ષથી રાજકોટ, જામનગર, વાંકાનેર તથા આજુબાજુના નાના ગામડાઓની જરુરીયાતમંદ દીકરીઓને સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવે છે. જરુરીયાતમંદ દીકરીઓને અન્ડરગાર્મેન્ટ પણ નિઃશુલ્ક અપાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો