Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt:- 10-07-23 બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.
બોટાદના ગઢડા તાલુકાના રામપરા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશે નિબંધ અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા, તથા શિક્ષકો દ્વારા ગુરુ અને ગુરુપૂર્ણિમાનો મહિમાં સમજાવવામાં આવ્યો હતો, તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોની વંદના કરી અને પુષ્પ આપી ગુરુને નમન કરવામાં આવ્યું, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો