Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 09-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં બાળક્રીડાંગણ ખુલ્લુ મુકાયુ.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 09-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં બાળક્રીડાંગણ ખુલ્લુ મુકાયુ.


       બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા  પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ માટે બાળ ક્રીડાંગણનું નવનિર્માણ કરવામાં આવ્યું. આ ક્રીડાંગણમાં બાળકો માટે હીંચકા, લસરપટ્ટીઓ, સ્લાઇડર તેમજ કેરમ, ચેસ,  ડિસ્ક થ્રો, સ્ટીક થ્રો વગેરે રમતોનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બાલવાટિકાના બાળકો રમતા રમતા શીખી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના બાળકો બાળક્રીડાંગણનો લાભ લઈ શકે તેમજ બીજા બાળકો લાભ લઈ શકે એ ઉદ્દેશ્યથી નિર્માણ કરવામાં આવ્યો છે. આ બાળ ક્રીડાંગણ બનાવવાનો હેતુ શાળાના નાના ભૂલકાઓ નિયમિત આવતા થાય અને રમત દ્વારા શિક્ષણ મળે તે છે. આ બાળ ક્રીડાંગણનું નિર્માણનું કાર્ય શાળાના શિક્ષક મનુભાઈ ગાબુ દ્વારા આયોજીત હતું અને સહાયક  નિલેશભાઈ પટેલ, કપિલભાઈ ગોટી અને ભગવાનભાઈ મકવાણાના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...