Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 29-06-23 બોટાદના ગઢડાની સરકારી શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અપાય તાલીમ.

બોટાદના ગઢડાની સરકારી શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અપાય તાલીમ.
            બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આપત્તિ અને વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કુદરતી આપત્તિઓ જેવી કે આગ, ભૂકંપ, વાવાઝોડું, પુર, ત્સુનામી તેમજ માનવસર્જિત આપત્તિઓ જેવી કે રોડ અકસ્માત, પાણીમાં ડૂબી જવું જેવી વિવિધ આપત્તિઓનું પ્રત્યક્ષ રિહર્સલ વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ધીરજલાલ ચાવડા દ્વારા અગ્નિશામક સિલિન્ડરની મદદથી આગ બુઝાવી પ્રત્યક્ષ ડેમો વિદ્યાર્થીઓ સમક્ષ બતાવવામાં આવ્યો હતો. શાળાના દરેક શિક્ષકોએ એક-એક કુદરતી આપત્તિ સામે બચવા માટે કેવા ઉપાયો કરી શકાય? તે અંગેની સમજણ બાળકોને આપી હતી. તેમજ આપત્તિ અને વ્યવસ્થાપન અંગેના વિવિધ પોસ્ટરો અને બેનર્સ લગાવી એક પ્રદર્શન ખંડ તૈયાર કરી બાળકોને આપત્તિ અને વ્યવસ્થાપનની જાગૃતિ અંગેનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના બાળકોએ એક સાથે બેસી સમૂહ ભોજન લીધું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ શાળાના શિક્ષક મનુભાઈ ગાબુ દ્વારા કરવામાં આવ્યું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...