રામપરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ગોહિલ કર્મદીપ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ કરી
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતા ગોહિલ કર્મદીપ ચંદુભાઈએ ધોરણ પાંચમાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી, શાળા અને સમાજનું નામ કર્યુ હતુ. હવે તેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩/૨૪માં બોટાદ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવશે. આ સફળતા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે, કે આ પૂર્વે રામપરા પ્રાથમિક શાળાના પાંચ બાળકો જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો