બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં આંતર રાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ભવ્ય ઉજવણી.
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં તા-27/06/2023 ના રોજ "માદક દ્રવ્ય નિષેધ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત માદક દ્રવ્યો જેવા કે ડ્રગ્સ, ચરસ, તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ, દારૂ વગેરે જેવા વ્યસનથી થતાં નુકસાનની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ ઉપરાંત ટીવીમાં ધુમ્રપાનની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત વ્યસનથી થતા નુકસાનના પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ જીવનમાં વ્યસન ન કરવાનો સંકલ્પ શાળામાં શિક્ષકો સમક્ષ લઈ સિગ્નેચર કમ્પેન ચલાવ્યું હતું. આ ઉપરાંત ગામમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વ્યસન મુક્તિ મહાઅભિયાન રેલીમાં ભાગ લઈ ગામમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. તદુપરાંત શાળામાં વિદ્યાર્થીઓએ માદક દ્રવ્ય નિષેધ દિવસ અંતર્ગત વિવિધ ચિત્રો દોરી ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને કાર્યક્રમના અંતે ગામમાં વ્યસન મુક્તિ અંગેનો સંવાદ પણ યોજાયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો