ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં
આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી
ભારત સરકારના સામાજિક સામાજિક ન્યાય અનેઅધિકારીતા વિભાગ, ગાંધીનગરની સુચના મુજબ ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.સૌ પ્રથમ શિક્ષકો દ્વારા માદકદ્રવ્ય અને વ્યસનથી થતા નુકશાન વિષે સમજ આપવામાં આવી હતી ત્યારબાદ બાળકો દ્વારા વ્યસનમુક્તિ વિષે વક્તવ્ય રજુ કરવામાં આવ્યા હતા તથા તમામ બાળકોને માદકદ્રવ્ય અને વ્યસનથી દુર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં વ્યસનમુક્તિ અંગે ચિત્રસ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા રાખવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો