Parichay Talks (Education News) Dt :- 09-05-23 ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટિય શૈક્ષણિક અધિવેશનનું આયોજન થશે.

        ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટિય શૈક્ષણિક અધિવેશનનું આયોજન થશે.
        અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં કારોબારી સભ્યો અને મહેમાનોના ઉતારાની જવાબદારી નિભાવાશે અમદાવાદ જિલ્લામાંથી ૫૦૦૦ થી વધારે સારસ્વત ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે.
        ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટિય શૈક્ષણિક અધિવેશનનું તા. ૧૨/૧૩ મે ૨૦૨૩ ના રોજ થવા જઈ રહ્યું છે જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ  મોદીના હસ્તે ૧૨ મે ના રોજ ઉદ્દઘાટ થશે. જેમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, માન.મહેન્દ્રભાઈ મંજપુરા, સી આર પાટીલ તેમજ અતિથિ વિશેષ ઋષિકેશભાઇ પટેલ, કુબેરભાઈ ડીંડોર માનનીય શિક્ષણ મંત્રી ભાનુબેન બાબરીયા, હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા શિક્ષણમંત્રી રાજ્ય કક્ષા, જગદંબિકા પાલ સાંસદ, ભારતીબેન શિયાળ સાંસદ, પુનમબેન માંડમ સાંસદ જેવા મહાનુભાવો ની ઉપસ્થિતિમાં અધિવેશન તેમજ  પૂજ્ય મોરારીબાપુની રામકથાનું ૧૩ મે સાંજે થી ૨૧ મે સુધી આયોજન કરવામાં આવેલ છે.
        આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ જિલ્લા સંઘના પ્રમુખશ્રી ખોડુભાઈ પઢીયાર તેમજ મહામંત્રીશ્રી તેજસભાઇ અમીન ના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જુદા જુદા તાલુકાઓ માંથી ખૂબ મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહેવાના છે. નિજાનંદ ફાર્મ  ફિરોઝપુર ગિફ્ટ સિટી ગાંધીનગર મુકામે મળનાર આ બે દિવસીય અધિવેશનનું તા. ૧૨ ના રોજ સવારે ૧૦ કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ જનરલ સેક્રેટરી ડેવિડ એડવર્ડ, એશિયા પેસિફિકના ચીફ કો-ઓર્ડીનેટર આનંદસિંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામપાલ સિંહ પણ ખાસ ઉપસ્થિત ૨હી શિક્ષકોને માર્ગદર્શિત કરશે.
         આજ રોજ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઈ પઢિયાર મહામંત્રી તેજસભાઈ અમીન, જિલ્લા સંઘના પ્રતિનિધિઓ અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાના પ્રમુખ મંત્રીશ્રી તેમજ સ્વયંસેવકોની મિટિંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ ખજાનચી રણજીતસિંહ પરમાર ની હાજરીમાં કરી સ્થળ મુલાકાત કરી આયોજનમાં સહભાગીદારી નોંધાવી. તેમજ  અમદાવાદ જિલ્લા ના પ્રાથમિક શિક્ષકભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપે તે બાબતે સુંદર આયોજન કર્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...