ગાંધીનગરમાં શિક્ષક સંઘ દ્વારા મોરારિબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન થયું.
(મૂકેશ પંડિત)
આગામી શનિવાર તા.૧૩થી પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રામકથાનું આયોજન થયું છે.
નિજાનંદ પરિવારના ડાહ્યાભાઈ ભરવાડ તથા હિરાભાઈ ભરવાડના સંકલન સાથે મોરારિબાપુના વ્યાસાસને યોજનાર રામકથા માટે તડામાર તૈયારીઓ થઈ છે. શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતીષભાઈ પટેલ સાથે હોદ્દેદારો દ્વારા કથા લાભ લેવા ભાવિકોને નિમંત્રણ પઠવાયેલ છે.
રામકથા દરમિયાન લોક ડાયરા સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળનાર છે. અહી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથે સમગ્ર રાજ્યમાંથી પ્રાથમિક શિક્ષક પરીવાર અને ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં જોડનાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો