હાઉસ વાઈફ નહીં ગુરુ લક્ષ્મી કહો
આપણે ત્યાં પરણિત સ્ત્રી નોકરી કરતી હોય તે જ્યારે પોતાના પરિચય આપતી હોય છે ત્યારે પોતાની નોકરી કે સેવાના ઉલ્લેખ કરે પરંતુ જે સ્ત્રી માત્ર ઘર સંભાળતી હોય તો તે પોતાનો પરિચય આપતા એમ કહે છે કે, "હું 'હાઉસવાઈફ' છું. " આ "હાઉસવાઈફ" જેવો શબ્દ વાપરે છે. વાસ્તવિકતા જોઈએ તો આ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. એક નોકરી ન કરતી સ્ત્રી ને હાઉસવાઈફ કહીએ તે શું દર્શાવવા માગે છે? આનો જવાબ કોઇ સ્ત્રી આપી શકશે નહીં.
આપણી સનાતન સંસ્કૃતિ મુજબ સ્ત્રી ક્યારેય માત્ર ઘર સંભાળવા માટે નથી. આ કારણે જ સનાતન સંસ્કૃતિએ તેને આપણે જેને પૂજીએ છીએ તેવું નામ તેની સાથે જોડી દીધું છે. અને તે નામ છે ગૃહલક્ષ્મી. લક્ષ્મીજી જેને આપણે પૂછીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ઘરનું સૂક્ષ્મ સ્વરૂપ છે ગૃહલક્ષ્મી છે. એક પશ્ચિમી રિવાજમાં સ્ત્રી મુલવણી પૈસાથી કરવામાં આવે છે. ત્યાં પતિ પત્નીના બેંક એકાઉન્ટ પણ અલગ-અલગ હોય છે. ગૃહલક્ષ્મી શા માટે કહી શકીએ ? તેનો ઊંડાણથી વિચાર કરીએ તો ગૃહલક્ષ્મી સચોટ રીતે સમજી શકાય કે જે વર્કિંગ વુમન નથી તેને હાઉસવાઈફ કહીને તેનું મહત્વ ઘટાડી નાખે છે. વર્કિંગ વુમનની સામે પૈસાની દ્રષ્ટિએ જ હાઉસવાઈફ ગણવી હોય તો ઘરમાં તેમના પ્રદાનની મુલવણી અચરજ પમાડે તેવી છે. સવારના જે સૌથી પહેલા ઘરમાં ઉઠી અને ઘરને સ્વચ્છ કરે છે. તે ગૃહલક્ષ્મી બધાને માટે ચા નાસ્તો બનાવે છે. પાણી ભરે છે, વાસણ અને કચરા પોતા કરે છે, બધા નાસ્તો કરી લે પછી અંતે પોતે નાસ્તો ચા નાસ્તો કરવા બેસે છે. આખા ઘરનું આરોગ્ય ગૃહલક્ષ્મીના આધારે જ છે. ગૃહલક્ષ્મી જ સવારે નાસ્તામાં શું બનાવવું ,બપોરે જમવાનું શું બનાવવું કે રાત્રે શું જમવાનું બનાવવું એટલે કે પરિવારનું દિવસ ભરનું આહારનું મેનુ નક્કી કરે છે. એના આરોગ્યને જળવાય તેવી રીતે બધી જ બાબતોનું ખાસ કાળજી રાખીને તે રસોડું સંભાળે છે. બાળકોને શાળાએ લેવા જવા મુકવા જવા કે ભણાવવાનું કામ પણ ગૃહલક્ષ્મી કરે છે. આમ એક ભૂમિકા અન્નપૂર્ણા ની છે અને એક ભૂમિકા સરસ્વતી દેવીની ગૃહલક્ષ્મી પૂરી કરે છે. તમામ લોકોના સમય સાચવવા, તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરવું, વડીલોને આદર આપવો, બાળકોને પ્રેમ કરવો અને પાડોશીઓ સાથે પણ સૌહાર્દપૂર્ણ વ્યવહાર આ બધી જ જવાબદારી ગૃહલક્ષ્મીની હોય છે. આખા દિવસનું કામ કરીને ગૃહલક્ષ્મી રાત્રે જ્યારે પતિ ઘરે આવે છે ત્યારે પતિને ખુશ રાખવા અને રાજીખુશીથી પોતાની ભૂમિકા નિભાવી જાણે છે. આ ગણતરી કરીએ તો કામવાળીની, રસોઈયાણીની, શિક્ષિકા અને ઘરના સભ્યોની કેરટેકર અને બાળકોની આયા અને પતિ માટે સુખ આપનારી બને છે. આ બધા વ્યક્તિગત ખર્ચ ગણવામાં આવે તો એક વર્કિંગ વુમન નાં પગાર કરતાં તેની કિંમત ક્યાંય વધુ ગણી શકાય. બહાર કામ ન કરતી, નોકરી ન કરતી કે વર્કિંગ વુમન ન હોય તે સ્ત્રી કરતા એક ઘરની ગૃહલક્ષ્મીનુ માન ઓછું ન ગણી શકાય. છતાં વર્કિંગ વુમન કરતા તેમને પૂરતું માન મળતું નથી. સવારે કામવાળી થી લઇ પોતાની ભૂમિકા શરૂ કરતી અને અમે રાત સુધી સતત પોતાની તમામ ભૂમિકાઓ બખૂબી બજાવતી એક ગૃહિણી ની કિંમત ઓછી આપી શકાય નહીં. તે ઘરને સુખ અને શાંતિ આપનાર છે આવી સ્ત્રીને ગૃહલક્ષ્મી જ કહી શકાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો