યાત્રા.... કવિયત્રી :- વનિતા રાઠોડ - રાજકોટ
યાત્રા હોય છે બધાંની જુદી,
કોઈની ધરતીથી આકાશ સુધી,
કોઈની આત્માથી પરમાત્મા સુધી,
કોઈની જીવથી શિવ સુધી,
કોઈની આરંભથી અંત સુધી,
કોઈની સ્થૂળથી સૂક્ષ્મ સુધી,
કોઈની હિંસાથી અહિંસા સુધી,
કોઈની આત્માથી પરમાત્મા સુધી,
કોઈની બિંદુથી બ્રહ્માંડ સુધી,
કોઈની માત્ર ઘરથી સ્મશાન સુધી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો