જેતલપુર પ્રા. શાળા-દસકોઈ, જિ-અમદાવાદમાં અંગ્રેજી વિષયના
યુનિટ - 3ની સ્પીકિંગ કરવાનું આયોજન કરાયું.
જેતલપુર પ્રા. શાળા - દસકોઈ, જિલ્લા-અમદાવાદમાં ધોરણ - 8ના વિધાર્થીઓએ અંગ્રેજી વિષયના યુનિટ - 3ની એક્ટિવિટી-4, ઇટિંગ કોપીટીશન સ્પીકિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું, આ કોપીટીશનમાં શાળાના 10 વિધાર્થીઓએ ખૂબજ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, અને ઈગ્લીશમાં વાત ચિત કરી હતી.શાળાના વિધાર્થીઓ તેમજ શિક્ષકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
આ એક્ટિવિટીનું આયોજન શાળાના શિક્ષક જિજ્ઞાસા એમ ત્રિવેદીએ બાળકોને તૈયારી કરાવી હતી, અને કાર્યક્રમનું આયોજન કર્યું હતું, આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો,આ કાર્યક્રમ માટે આચાર્ય કનૈયાલાલ લાખાણીએ માર્ગદર્શન આપ્યું હતું, આ કાર્યક્રમનો હેતુ બાળકો સહેલાયથી અંગ્રેજીમાં વાત કરી શકે અને અંગ્રેજીને સમજી શકે તેવો હેતુ હતો, અને દરેકના સહકારથી એક્ટિવિટી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો