Parichay Talks :- (Khas Navu) 29-11-22 અવકાશયાત્રીની સુનિતા વિલિયમ્સ વિષે માહિતી.

 

અવકાશયાત્રીની સુનિતા વિલિયમ્સ વિષે માહિતી.

         અવકાશયાત્રીની વાત આવે ત્યારે સુનીતા વિલિયમ્સનું નામ મોખરે આવે તે સ્વાભાવિક છે. અચરજની વાત એ છે કે ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સ ક્યારેય અવકાશયાત્રી બનવા નહોતાં માગતાં પણ તેઓ પશુઓના ડૉક્ટર બનવા માગતાં હતાં! તે તેમનું બાળપણનું સપનું હતુંબાળપણમાં તેમણે ક્યારેય અવકાશયાત્રી વિશેનું વિચાર્યું જ નહોતું. તેમને સ્વિમિંગનો શોખ હતો. કારણ કે તેઓ એથ્લિટ હતાં.

         આ દરમિયાન તેમના મોટા ભાઈએ એક સલાહ આપી હતી કે તું નેવી કે નેવલ એકડેમી માટે કેમ નથી વિચારતીપછી તેમણે પણ મોટાભાઈની વાતનો વિચાર કરીને નેવલ એકેડેમી જોઈન કરી હતી જેમાં તેઓ પાઇલટ પણ બન્યાં! પણ તેઓ તો જેટ પાઇલટ બનવા માગતાં હતાં અને બન્યાં હેલિકોપ્ટર પાઇલટ!! તેઓ ૧૯૯૮માં નાસા ગયાં હતાં અને અવકાશમાં વર્ષ ૨૦૦૬માં ગયાં હતાં. આ બંને સમયગાળા દરમિયાન સ્પેસમાં જવાનો અવસર તેમને ૨૦૦૨માં મળ્યો હતો.

         આ અરસામાં ૨૦૦૩ની કોલંબિયાવાળી દુર્ઘટનાથી તેમના મિત્રોને તેમણે ગુમાવ્યા અને શટલ પ્રોગ્રામને સંપૂર્ણપણે રોકવામાં આવ્યો હતો. પણ સમય જતા તેમને શટલમાં જવા માટે ટ્રેનિંગ પણ મળી અને સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર પણ! સ્પેસ ક્રાફ્ટમાં ગયા પછી પણ તેમને આબધું કાલ્પનિક જ લાગતું હતું! પણ અવકાશમાં જતાં જ આ કલ્પના હકીકત બની હતી. તેમણે ઘણો સમય સ્પેસમાં વિતાવ્યો છે. વિશ્વભરના સફળ અવકાશયાત્રીઓમાં સુનીતા વિલિયમ્સનું નામ પ્રથમ હરોળમાં લેવાય છે.

-------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Information about astronaut Sunita Williams.


         Sunita Williams' name naturally comes to the fore when it comes to astronauts. Surprisingly, Indian-origin Sunita Williams never wanted to be an astronaut but wanted to be an animal doctor! It was his childhood dream, he never thought of being an astronaut as a child. He was fond of swimming. Because they were athletes.

         In the meantime, his elder brother gave an advice that why don't you think for Navy or Naval Academy? Then he also joined the Naval Academy thinking of his elder brother, in which he also became a pilot! But he wanted to become a jet pilot and became a helicopter pilot!! He joined NASA in 1998 and went into space in 2006. During these two periods, he got the opportunity to go to space in 2002.

         Around this time, he lost his friends in the 2003 Columbia disaster and the shuttle program was put on hold. But over time, he also got training to go to the shuttle and the opportunity to fulfill his dream! Even after getting into the space craft, it all seemed like a fantasy to him! But this fantasy became a reality as soon as it went into space. He has spent a lot of time in space. Sunita Williams' name takes first place among the successful astronauts around the world.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...