Parichay Talks :- (Khas Navu) 25-11-22 મિસ વર્લ્ડ રીતા ફારીયા વિષે માહિતી.

 
મિસ વર્લ્ડ રીતા ફારીયા વિષે માહિતી.

        થોડા સમય પહેલાં મિસ યુનિવર્સનો ખિતાબ ભારતીય મહિલા હરનાઝ કૌરને મળ્યો અને તે ચર્ચામાં આવી. આ પહેલાં મિસ યુનિવર્સનો ખિતાબ લારા દત્તા અને સુસ્મિતા સેન મેળવી ચૂકી છે. આ ઉપરાંત એક અન્ય નામ પણ છે રીતા ફારિયાનું. રીતા ફારિયા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ડંકો વગાડનાર પહેલી વિશ્વસુંદરી છે.

        ઇન્ડિયન ફેશન આઇકોન રહેલી રીતા ફારિયાએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટા મંચ પર ફક્ત ભારતનું જ નહીં પરંતુ સમગ્ર એશિયાનું નામ રોશન કર્યુ હતું. ૧૯૬૬માં તેમના મસ્તક પર મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો. આવું કરનારી ભારતીય અને એશિયાઈ મૂળની પહેલી મિસ વર્લ્ડ બની હતી.

        ૨૩ ઓગસ્ટ૧૯૪૫માં જન્મેલી રીતા ફારિયાનો જન્મ મુંબઇમાં થયો હતો. તેનાં માતાપિતા મૂળ ગોવાનાં હતાં. રીતા સૌથી પહેલાં મિસ બોમ્બે ક્રાઉન જીતી હતી અને એના પછી ૧૯૬૬માં ફર્સ્ટ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો.

        તમને જાણીને નવાઇ લાગશે કે મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ દરમિયાન રીતા ફારિયાએ બેસ્ટ ઇન સ્વિમસૂટ અને બેસ્ટ ઇન ઇવનિંગ વૅર જેવાં સબટાઇટલ પણ જીત્યાં હતાં. પછી ઇવેન્ટનો ક્લાઇ મેક્સ તેના મસ્તક પર મિસ વર્લ્ડથી પૂર્ણ થયો. આ ઈવેન્ટમાં તેમણે ૫૧ દેશોમાંથી આવેલી સુંદરીઓને માત આપી હતી. બ્યુટી કોન્ટેસ્ટમાં સામેલ થનારી બધી વિનર્સ મોટા ભાગે મોડેલિંગ અને ફિલ્મો તરફ ઝંપલાવતી હોય છેપરંતુ રીતા ફારિયા આ બધામાં અલગ નીકળ્યાં. તેમણે પોતાની કરિયરને લઇને કંઈક બીજું જ પ્લાન કરી રાખ્યું હતું.

        મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી એક વર્ષ સુધી તેમને અનેક ફિલ્મોમાં ઓફર મળી. તેમ છતાં તેમણે પોતાનું સમગ્ર ધ્યાન મેડિકલના અભ્યાસ પર ફોકસ કરવાનું વિચાયું હતું. પરિણામે રીતા ફારિયાએ મુંબઇની માન્ટ મેડિકલ કૉલેજ અને સર જમશેદજી જીજાબાઇ ગ્રૂપ ઓફ હોસ્પિટલમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો. એમબીબીએસ કર્યા બાદ રીતા ફારિયા લંડનની કિંગ્સ કૉલેજ અને હોસ્પિટલ સાથે જોડાયાં અને ત્યાં જ પોતાનો આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. કહેવાય છે કે મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ તેમણે એક વર્ષ સુધી મોડેલિંગ કર્યુ હતું. એ પછી મોડેલિંગનું ફિલ્ડ છોડીને ડૉક્ટરનો અભ્યાસ કરીને હેલ્થ સેક્ટરમાં જ પોતાની કરિયર બનાવી.

       આજથી પાંચ દાયકા પહેલાં મહિલા માટે કરિયર બનાવવી સરળ નહોતી. એ પછી કોઇપણ ફિલ્ડ કેમ ન હોય. જે જમાનામાં લોકો ફેશનની દુનિયાથી અલિપ્ત હોય એ જમાનામાં ફેશનની દુનિયામાં ઝંપલાવવું અને બ્યુટી તરીકે જાહેરમાં આવવું એ અત્યારે જેટલું સરળ છે એટલું એ સમયમાં નહોતું. એમાંય આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવું ઘણું મુશ્કેલ હતું. આ મુશ્કેલ સફરમાંથી રીતા ફારિયાએ સફર કર્યું. મુશ્કેલીને પાર કરીને રીતા ફારિયા મિસ વર્લ્ડના મંચ પર પહોચી પણ ખરી અને એમાં સફળતા મેળવીને ઝંપી.

       વર્ષો પહેલાં ફેશન જગતને બાયબાય કહી ચૂકેલી રીતા ફારિયા ૧૯૯૮માં એક વખત ફરી ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાઇ. આ વખતે તે બ્યુટી કોન્ટેસ્ટમાં જજના રૂપમાં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં પણ તેમને જજ તરીકે સામેલ કરવામાં આવ્યાં હતાં.

       રીતા ફારિયા લાંબો સમય સુધી આ ગ્લેમરસ લાઇફમાં રહી ન શક્યાં. તેમનો ડૉક્ટરી જીવ ફેશનની ઝાકઝમાળથી ફરી દૂર જતો રહ્યો. પહેલી ભારતીય મિસ વર્લ્ડ રહી ચૂકેલી રીતા ફારિયાને ભારત ઉપરાંત બ્રિટનમાં પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. રીતા ફારિયા જ્યારે મિસ વર્લ્ડ બની હતીત્યારે તેની ઉંમર ફક્ત ૨૧ વર્ષ હતી. પાંચ વર્ષ પછી રીતા ફારિયાએ ડૉ. ડેવિડ પોવેલ નામની વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં હતાં. જે એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે. એ પછી

       ૧૯૭૩માં બંને ડબલિન શિફ્ટ થઇ ગયાં હતાં. ડબલિનમાં જ બંનેએ મેડિકલ પ્રેક્ટિસનું કામ શરૂ કર્યું હતું. રીતા આજે પણ ડબલિનઆયર્લેન્ડમાં જ છે. રીતાને બે સંતાનો છે. આ કપલ આજે પાંચ પૌત્ર-પૌત્રીઓનાં દાદા-દાદી છે. દાદી બની ગયાં હોવા છતાં રીતા ફારિયાની સુંદરતા આજે પણ અકબંધ છે.

------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Information about Miss World Rita Faria.

        Indian woman Harnaaz Kaur got the title of Miss Universe some time ago and she came into the limelight. Earlier, Lara Dutta and Sushmita Sen have won the title of Miss Universe. Apart from this, there is another name of Rita Faria. Rita Faria is the first Miss World to represent India on the international stage.

        Rita Faria, who is an Indian fashion icon, illuminated the name of not only India but the entire Asia on the biggest stage in the fashion industry. In 1966, Miss World was crowned on her head. She became the first Miss World of Indian and Asian origin to do so.

        Born on August 23, 1945, Rita Faria was born in Mumbai. His parents were originally from Goa. Rita first won the Miss Bombay crown and then won the first Miss World title in 1966.

        You will be surprised to know that Rita Faria also won subtitles like Best in Swimsuit and Best in Evening Wear during the Miss World contest. Then the climax of the event was completed with Miss World at its helm. In this event, she defeated beauties from 51 countries. All the winners of beauty contests tend to go on to modeling and films, but Rita Faria stands out. He had planned something else for his career.

        After winning the Miss World title, she got offers for many films for a year. However, he decided to focus his entire attention on medical studies. As a result, Rita Faria completed her MBBS from Mant Medical College and Sir Jamshedji Jijabai Group of Hospitals in Mumbai. After MBBS, Rita Faria joined King's College and Hospital, London and completed her further studies there. It is said that after winning the crown of Miss World, she modeled for a year. After that, he left the field of modeling and studied to be a doctor and made his career in the health sector.

       Five decades ago it was not easy for a woman to make a career. Then why there is no field. In the era when people are detached from the world of fashion, it was never as easy as it is now to jump into the world of fashion and come out as a beauty. It was very difficult to reach the international stage. Rita Faria sailed through this difficult journey. Overcoming the difficulty, Rita Faria reached the stage of Miss World and jumped with success.

       Rita Faria, who said goodbye to the fashion world years ago, joined the fashion industry once again in 1998. This time she was seen as a judge in a beauty contest. Apart from this, she was included as a judge in the Miss World competition.

       Rita Faria could not stay in this glamorous life for long. His doctor's life kept moving away from the glare of fashion. Rita Faria, who was the first Indian Miss World, was honored not only in India but also in Britain. When Rita Faria became Miss World, she was only 21 years old. Five years later Rita Faria Dr. Married to a man named David Powell. who is an endocrinologist. After that

       Both shifted to Dublin in 1973. Both started their medical practice in Dublin. Rita is still based in Dublin, Ireland. Rita has two children. The couple are now grandparents to five grandchildren. Despite becoming a grandmother, Rita Faria's beauty remains intact.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...