Parichay Talks :- 379 Dt :- 26-07-22 જાપાનનું બ્રેઈન અને ભારતનું કલ્ચર-2 વિશ્વમાં ફરી એશિયા નો ડંકો વગાડશે

જાપાનનું બ્રેઈન અને ભારતનું કલ્ચર 

વિશ્વમાં ફરી એશિયા નો ડંકો વગાડશે

 કોલમનું નામ :- થોડામાં ઘણું..

લેખકનું નામ :-  *|| વનિતા રાઠોડ ||*
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષિકા,રાજકોટ.

         અત્યારે આખા વિશ્વની નજર ભારત અને જાપાનના સંબંધો સારી રીતે વિકાસ છે તેના પર છે. ભારતનાં વડાપ્રધાનશ્રી મોદીસાહેબની હાલમાં જાપાનની યાત્રા ખૂબ આશાસ્પદ જણાય રહી છે. મોદી સાહેબને જાપાનની મુલાકાત જાપાનની ટેકનોલોજી અને એથીક્સ ભારતનાં વિકાસ માટે ઉપયોગી સાબિત થનાર છે. ભારત સાથે જાપાન મળે. જાપાન અને ભારતના સંબંધો હજુ ગાઢ બને તો ભારતની સારી બાબતો જાપાન અપનાવે. જાપાની સારી બાબતો નો લાભ ભારતને મળે. ભારતમાં કુટુંબ ભાવના, ભારતના યુવાનોની સંખ્યા બંને દેશોને તાકતવર બનાવે તેમ છે. ફરી આ બંને દેશના લોકો યુરોપિયન દેશને હંફાવનાર બની શકે તેમ છે. જાપાન અને ભારતનું એક્ય વિશ્વભરમાં ફાયદાકારક છે. આ બંનેના ટેકનોલોજી અને સંસ્કૃતિના સમયથી એશિયા ફરી વિશ્વ પર છવાઈ જશે. જાપાન દેશમાં વધુ લોકો મોટી ઉંમરના છે. તેની સરખામણીએ ભારત દેશ ખૂબ ભાગ્યશાળી છે કે ભારત દેશ યુવાનોનો દેશ છે. હાલમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં સૌથી વધુ યુવાનો અને બાળકો ધરાવતો દેશ છે. જાપાન જેવા દેશે છે કે જેમાં વધુ વસ્તી મોટી ઉંમરના લોકોની છે. નાણાકીય રીતે જાપાન સમૃદ્ધ દેશ છે. પરંતુ જાપાન દેશના લોકો એકલતા અનુભવતા લોકોનો દેશ છે. જાપાન મોટાભાગની વસ્તી ની ઉંમર ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરની છે. જેને લીધે હવે જીવનમાં તેઓ એકલતા અનુભવવા લાગ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વસ્તરે જાપાનનો ક્રમ જાળવી રાખવા જાપાનના લોકોએ સતત કામ કરવું સ્વીકાર્યું. પરંતુ ત્યાંના હવે ઓલ્ડ એજના લોકો માટે નર્સિંગ હોમમાં રોબોટ રખાયા છે. લોકોની એકલતા દૂર કરવા માટે અને લોકોને મનોરંજન આપવા માટે રોબોટ વિવિધ પ્રાણીઓ, ટેડીબિયર, કુતરાઓના આબેહૂબ દેખાતા યંત્રો છે. પણ તેઓ જાણે છે કે લોખંડના બનેલા તે યંત્રો જ છે. અને તે બેટરીથી ચાલે છે. વર્ષ 2020- 21માં જાપાન જેવા દેશમાં 21000 લોકોએ આત્મહત્યા કરી. જે નાનકડા એવા જાપાન દેશ માટે આ સંખ્યા ખૂબ મોટી ગણાય. જાપાનને વિશ્વના ત્રીજા ક્રમે પહોંચાડનાર ડોક્ટરો, વકીલો, એન્જિનિયર્સ હવે વૃદ્ધ બની ગયા છે. 

જાપાનના મોટાભાગની વસ્તી  એકાંતવાસી અને એકલતા અનુભવતા લોકોની છે. જે લોકો ખૂબ પૈસાદાર છે. પણ તેમને સંવેદના ભાવના કે લાગણી વ્યક્ત કરવા માટે સામે કોઈ નથી. આવી સમૃદ્ધિ શું કામની ? કે જેમાં કોઈ લાગણી હૂંફ કે પ્રેમ સમાયેલ ન હોય તેથી જ લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે. થોડા સમય પહેલા એક ખૂબ જ પૈસાદાર સ્ત્રી એક દુકાનમાં ચોરી કરી પકડાઈ ગઈ. તો તેમને પૂછવામાં આવ્યું કે ..તેને ચોરી શા માટે કરી? તો તેનો જવાબ ખૂબ જ માર્મિક અને ચકિત કરી મુકે તેવો હતો. કે, " હું પકડાઈ જવા જ માંગતી હતી કે મને લોકો પકડે અને મારી સાથે કંઈક વાત કરે. મને બોલાવશે તો ખરા." કોઈ તેને બોલાવે, તેને કંઈક પૂછે, તેવું જ તે ઈચ્છતી હતી. એટલે કે એકલતા દૂર કરવા માટે એ લોકો આમાં સામાજિક કૃત્ય કરવા પણ પ્રેરાય છે. અને આ ઉપરાંત આત્મહત્યા  પણ કરી રહ્યા છે. તેની સરખામણીએ ભારત દેશ ખૂબ જ ભાગ્યશાળી છે કે તે યુવાનો અને બાળકો નો દેશ છે. ભારતની મોટાભાગની વસ્તી 25 થી 55 વર્ષના વ્યક્તિઓની છે. આપણા યુવાધનને સાચવવું રહ્યું. જે શક્તિનાં પુંજ છે. આ નાની વયના લોકો જે શક્તિનાં પુંજ સમાનની શક્તિ હકારાત્મક રસ્તે વળે તે ખૂબ અનિવાર્ય છે. આપણા દેશની સંસ્કૃતિ અને સંસ્કારમાં કુટુંબભાવનુ ખૂબ મહત્વ છે. સામાજીકરણની વૃત્તિ ખૂબ જ પ્રબળ અને મજબૂત છે. આપણા લોકો સૌ સાથે મળીને જીવવામાં માને છે. આપણા દેશમાં મોટા કુટુંબો છે. અરે, આપણા દેશમાં આડોશ પાડોશમાં રહેતા લોકો પણ પરિવારની જેમ રહેતા હોય છે. મહત્વનું એ છે કે આપણો દેશ તહેવારો અને ઉત્સવોનો દેશ છે. ઉજવણીનો દેશ છે. કરકસર અને કટોકટીમાં જીવતો દેશ છે. પરંતુ નૃત્ય, સંગીત સાથે ધામધૂમથી ધગમગતો દેશ છે. કળા સાથે જીવતો દેશ છે. માત્ર સ્વાર્થી બની પોતાના માટે નહીં પરંતુ નિશ્વાર્થ ભાવના સાથે માનવ સેવા કરતો દેશ છે. દેશ ઈશ્વરને પૂજતો દેશ છે. આધ્યાત્મિક શક્તિ પણ એટલી જ પ્રબળ અને મજબૂત છે. ભારત દેશમાં પશુ-પંખીઓ અને પ્રાણીઓને આદર અને માનપૂર્વક પાળવામાં આવે છે. પ્રાણીઓને જીવાડતો દેશ છે. જેટલી ભૌગોલિક વિવિધતા છે. એટલી જ જેવિક વિવિધતા છે. એટલી જ વિવિધ વાનગીઓ, પરંપરાઓ અને રુઢીઓનો દેશ છે. ભારતદેશની ભવ્યતા અને દિવ્યતા તેના હર વિસ્તાર અને હર વિભાગમાં જોવા મળે છે. ભારતમાં નદીઓ પૂજાય છે. ગાયને માતા કહેવાય છે. સમુદ્રને દેવતા કહેવાય છે. સુરજદાદા મનાઈ છે અને ચાંદામામા કહેવાય છે. ભારત દેશ પ્રકૃતિ સાથે જીવતો દેશ છે. માટે જ વિશ્વભરમાં ભારતદેશની માંગ છે. સ્થાન છે અને ભારત દેશની શાન છે. ભારત દેશમાં સમૃદ્ધિ કદાચ ઓછી હશે પણ માનવતા લાગણી, પ્રેમની સરવાણી સદાઈ ભરપૂર રહે છે. જાપાનના લોકો એક કામના મહત્વ એટલું બધું આપ્યું કે તેમનું સામાજીકરણ ભુલાઈ ગયું છે. લોકો નિષ્ઠાવાન છે, કામને જ પૂજા માનનાર છે. પરંતુ હવે જાપાન અને ભારતનું એક્ય સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક થશે.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English


Brain of Japan and Culture of 
India Asia will once again ring the bell in the world

Column Name :- Few in many..

Author Name :- *|| Vanita Rathore ||*
President Award winning teacher, Rajkot.

Right now, the eyes of the whole world are on the well-developed relations between India and Japan. The current visit of the Prime Minister of India Shri Modisaheb to Japan is looking very promising. Modi sir's visit to Japan will prove useful for the development of Japan's technology and ethics in India. Meet India with Japan. If the relations between Japan and India become closer, the good things of India will be adopted by Japan. India will benefit from Japanese good things. The family spirit in India, the number of young people in India makes both the countries strong. Again, the people of these two countries can be a source of inspiration for the European country. The unity of Japan and India is beneficial worldwide. From the time of technology and culture of these two, Asia will once again dominate the world. Japan has more elderly people. Compared to that, India is very fortunate that India is a country of youth. According to a recent survey we know that India has the highest number of youth and children in the country. Countries like Japan have a large population of older people. Financially, Japan is a rich country. But Japan is a country of lonely people. The majority of Japan's population is 65 years of age or older. Due to which now they have started feeling lonely in life. After World War II, the Japanese people agreed to work continuously to maintain Japan's position in the world. But there are now robots in nursing homes for old age people. Robots are vivid looking machines of various animals, teddy bears, dogs to relieve people's loneliness and entertain people. But they know that they are only machines made of iron. And it runs on batteries. In the year 2020-21, 21000 people committed suicide in a country like Japan. This number is very large for the small country of Japan. The doctors, lawyers, engineers who made Japan the third largest in the world are now old.

Most of Japan's population is reclusive and lonely. People who are very rich. But they have no one to express their feelings or emotions. What is the use of such prosperity? People commit suicide because there is no emotional warmth or love involved. Some time ago a very rich woman was caught stealing from a shop. So he was asked why did he steal it? So his answer was very ironic and shocking. That, "I wanted to be caught so that people would catch me and talk to me. If they call me, yes." She wanted someone to call her, ask her something. That is, to remove loneliness, those people are also motivated to do social work in this. And besides this they are also committing suicide. Compared to that, India is very fortunate that it is a country of youth and children. Most of India's population is between 25 to 55 years of age. We have to preserve our youth. Which is a source of power. It is imperative that these young people turn their energies in a positive way. Family spirit is very important in the culture and traditions of our country. The tendency to socialize is very strong and strong. Our people believe in living together. We have big families in our country. Alas, in our country, people living in slums also live like family. The important thing is that our country is a country of festivals and celebrations. It is a country of celebration. It is a country living in austerity and crisis. But there is a country full of pomp with dance, music. A country alive with art. It is a country that serves humanity with a selfless spirit and not just being selfish. The country is a God worshiping country. Spiritual power is equally strong and strong. In India, animals and birds are treated with respect and dignity. It is a country where animals live. As much as there is geographical variation. So is the genetic diversity. It is a country of equally diverse cuisines, traditions and customs. The grandeur and divinity of India can be seen in its every region and every section. Rivers are worshiped in India. Cow is called mother. The ocean is called a deity. Surajdada is forbidden and called Chandamama. India is a country living with nature. That is why India is in demand worldwide. There is a place and India is the pride of the country. The prosperity of India may be less, but the feeling of humanity, love is always abundant. Japanese people give so much importance to a job that their socialization is forgotten. People are sincere, worshiping work. But now the unity of Japan and India will be beneficial for the whole world.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...