રેડક્રોસ ભાવનગરને તેમની સેવાઓ માટે રાજ્યપાલના હસ્તે પાંચ એવોર્ડ એનાયત કરાયા
રાજ્યમાં ચક્ષુદાન,દેહદાન,થેલેસીમિયા પરીક્ષણ,જુનિયર અને યુથ રેડક્રોસ તથા પ્રાથમિક સારવાર તાલીમોની સેવામા ઉત્કૃષ્ઠ સેવાઓ માટે સન્માન કરાયું
ભાવનગર.
ભાવનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની વિવિધ માનવતાવાદી સેવાઓ ચાલી રહી છે, જેના ભાગરૂપે પ્રતિ વર્ષ રેડક્રોસ ભાવનગરને રાજય કક્ષાએ સન્માનિત કરીને એવોર્ડથી સન્માનિત કરવા માં આવે છે. તાજેતરમાં ભાવનગર રેડક્રોસનું સન્માન રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે પાંચ જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા .
રેડક્રોસ ભાવનગર ને ચક્ષુદાન,દેહદાન, થેલેસીમિયા પરીક્ષણ, શાળા અને કોલેજોમાં જુનિયર અને યુથ રેડક્રોસની નોંધણી અને સેવાઓ માટે અને સાથે સમાજમાં સૌથી વધુ પ્રાથમિક સારવાર તાલીમોની સેવા થકી લોકોની જિંદગી બચાવવાની સેવામા ઉત્કૃષ્ઠ સેવાઓ માટે પાંચ જેટલા એવોર્ડ આપીને સન્માન કરાયું હતું.
રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે રેડક્રોસ ભાવનગરના ચેરમેન ડો મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિત ઠકકર, સેક્રેટરી વર્ષાબેન લાલાણી, દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવેલ હતો.જેમાં રાજય રેડક્રોસ ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા સેવાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર રેડક્રોસની વિવિધ માનવતાવાદી સેવાઓના કારણે પ્રતિવર્ષ રેડક્રોસનું રાજ્યકક્ષાએ વિવિધ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Translate
the English
Red Cross Bhavnagar was awarded five awards by the Governor for his services
Honored for outstanding services in eye donation, body donation, thalassemia testing, junior and youth red cross and first aid training services in the state.
Bhavnagar.
Various humanitarian services of the Indian Red Cross Society are going on at Bhavnagar, as part of which every year Red Cross Bhavnagar is honored with an award at the state level. Recently, Bhavnagar Red Cross was honored by the Governor of the state, Devvrat Acharya, who was awarded five awards.
Red Cross Bhavnagar was felicitated with five awards for its outstanding services in the service of eye donation, body donation, thalassemia testing, registration and services of Junior and Youth Red Cross in schools and colleges and also for saving lives of people by serving the highest number of first aid trainings in the society.
Red Cross Bhavnagar Chairman Dr. Milanbhai Dave, Vice Chairman Sumit Thakkar, Secretary Varshaben Lalani accepted the award from Governor Devvrat Acharya. State Red Cross Chairman Ajaybhai Patel felicitated the services. It may be mentioned here that every year Red Cross is honored with various awards at the state level due to various humanitarian services of Bhavnagar Red Cross.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો