Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 4-08-23 બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 4-08-23    બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરાઈ


       ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના 136માં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રૌરાણિક કાળની ગુરુકુળ પરંપરાની ઝાંખી કરાવવા શાળાના તમામ બાળકોને પગપાળા પ્રકૃતિના સાનિધ્યમાં, તરસિંગડા ડુંગરની પર્વતમાળાઓ વચ્ચે વન ભોજન માટે લઈ જવામાં આવ્યા હતા.
 સૌપ્રથમ પ્રકૃતિની ગોદમાં જંગલ અને ગિરિમાળાઓની વચ્ચે પ્રાર્થના સભા રાખવામાં આવેલ ત્યારબાદ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઝરમર વરસાદ વચ્ચે વિવિધ રમતો રમી  રાસગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમના અંતે ડુંગરની   ગોદમાં આવેલા આશ્રમમાં બાળકોને સમૂહભોજન કરાવવામાં આવેલ.
 આમ સમગ્ર દિવસ પર્વતમાળામાં આનંદમય રીતે પસાર કરવામાં આવેલ. પ્રાચીન કાળમાં વિદ્યાના ગુરુકુળો જંગલ અને ગિરિકોતરોની વચ્ચે જ આવેલા હતા  પર્વતમાળામાં રહેલ આવા જ એક આશ્રમમાં આખો દિવસ વિતાવી આશ્રમમાં સાફ-સફાઈ કરવાનો લાભ  લીધો હતો. આ પ્રસંગે કેળવણી નિરીક્ષક ચતુરભાઈ ઝાપડિયા અને સી.આર.સી વિનોદભાઈ કોરડીયા  ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...