Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 11-08-23 બોટાદ જિલ્લાના ગઢડાના ઉગામેડી ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ નાના સખપર પ્રા.શાળા મુકામે યોજાયો.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની ઉગામેડી ક્લસ્ટરના સી.આર.સી હરીશભાઈ અબીયાણી દ્વારા નાના સખપર મુકામે કલા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહોત્સવમાં અલગ અલગ સ્પર્ધાઓ હતી, જેવી કે બાળકવિ, વાર્તા કથન, વાર્તા નિર્માણ, ચિત્ર સ્પર્ધા, વાદ્ય સ્પર્ધા, ગાન સ્પર્ધા વગેરેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કલા મહોત્સવની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.
ત્યારબાદ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પોતાના વિભાગમાં વહેંચી અને નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રથમ, દ્વિતીય, અને તૃતિય નંબર પસંદ કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ, અને પ્રમાણપત્ર આપી બાળકોને સન્માનિત કર્યા હતા. આ સાથે ભાગ લીધેલ તમામ બાળકો ને પણ પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્રો આપી ભવિષ્યમા યોજાનાર તમામ સ્પર્ધામા ભાગ લેવા પ્રેરણા પુરી પાડેલ.ઉપરાંત નાના સખપર મુકામે તમામ બાળકો અને પધારેલા ગુરુજનો માટે ભોજનનું સુંદર આયોજન ગોઠવ્યું હતું. સુંદર કામગીરી સાથે સી.આર.સી કૉ. હરેશભાઈ અબિયાણી અને નાના સખપર પ્રા.શાળા પરિવાર દ્વારા કલા મહોત્સવને સફળ આયોજન કરી પૂર્ણ કર્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો