Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 13-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં કલા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં કલામ મહોત્સવ- 2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કલા મહોત્સવ અંતર્ગત ધોરણ- 6 થી 8 ના વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા વગેરેમાં ભાગ લઈ બાળકોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. સંગીત સ્પર્ધા અંતર્ગત સંગીતના વાજિંત્રો જેવા કે તબલા, વાંસળી, ખંજરી, મંજીરા, ઢોલક, માઉથ ઓર્ગન વગેરેનું વાદન કર્યું હતું. આ ઉપરાંત બાળ કવિ સ્પર્ધા અંતર્ગત બાળકોએ પોતે રચેલી કવિતા પ્રદર્શિત કરી હતી. તેમજ કલા મહોત્સવ 2023ની થીમ "વસુધૈવ કુટુંબકમ" થીમ પર ચિત્ર સ્પર્ધા અંતર્ગત બાળકોએ વિવિધ ચિત્રો દોર્યા હતા. આ કલા મહોત્સવ-2023 અંતર્ગત દરેક સ્પર્ધા માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કપિલભાઈ ગોટી અને મનુભાઈ ગાબુ દ્વારા થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો