Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 08-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમીક શાળાના શિક્ષકને અપાઈ ભાવભરી વિદાય.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જનડા પ્રા.શાળાના શિક્ષક ધીરજલાલ ચાવડાની ગઢડા તાલુકાના જનડા પ્રા. શાળામાંથી નિંગાળા મુકામે બદલી થતાં જનડા પ્રા.શાળાના શિક્ષકો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ. આ વિદાય સમારંભમાં કેટલાક ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા. વિદાય સમારંભ અંતર્ગત શાળાના શિક્ષકોએ વિદાય લઇ રહેલા ધીરજલાલ ચાવડાને સૌપ્રથમ ચોખા કંકુમનો ચાંદલો કરી તેમને મોં મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ તેઓને રક્ષા પોટલી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા ધીરજલાલ ચાવડાને કેટલીક સ્મૃતિ ભેટો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા ધીરજલાલ ચાવડાને ફૂલની પાંદડીઓ, ગુલાલ વગેરે દ્વારા વધાવી તેઓને વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમયે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામ લોકો વગેરેની આંખો ભીની થઈ હતી. તેમજ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર વિદાય સમારંભનું આયોજન મનુભાઈ ગાબુ દ્વારા થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો