બોટાદના ગઢડાના આરોગ્ય વિભાગ દ્વારા જનડા પ્રા. શાળામાં પોરા નિદર્શન કાર્યક્રમ યોજાયો.
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રા. શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું. જેમાં જનડા ક્ષેત્રના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર રોહિતભાઈ ચુડાસમાએ શાળાના બાળકોને ચોમાસાની ઋતુ દરમિયાન પાણી અંગે રાખવાની તકેદારી વિશે જ્ઞાન આપ્યું. આ ઉપરાંત વર્ષાઋતુમાં પાણીમાં પોરા કેવી રીતે પડે છે? તેમજ પોરા માંથી મચ્છરની ઉત્પત્તિ અને મચ્છર કરડવાથી થતા રોગ વિશે બાળકોને માહિતગાર કર્યા. તેમજ દરેક બાળકોને પોતાના ઘરે ચોમાસાની ઋતુ દરમિયાન રાખવાની તકેદારી અને કાળજી વિશે માહિતગાર કર્યા હતા. તેમજ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી કેવી રીતે બચી શકાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન રાખવાની સ્વચ્છતા અને કાળજી વિશે બાળકોને ટૂંકું વક્તવ્ય આપ્યું હતું. આ પોરા નિદર્શન કાર્યક્રમથી શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકોને આરોગ્યલક્ષી જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો