Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 06-07-23 મારી બચત મારા માટે.. ભાવનગરના પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં અનોખી પહેલ..
સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.જેના દ્વારા બાળકો નાં જીવનમાં જીવન કૌશલ્ય સાથે વિવિધ વિષયોની માહિતી દ્વારા સર્વાંગીણ વિકાસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે પાલીતાણાની સરકારી શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકો માટે નાની બચત બેંક ધોરણ ચારનાં વર્ગ શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા આપવામાં આવી આ બચત ભવિષ્યમાં બાળકો પોતાનાં માતા પિતાને આર્થિક રીતે ઉપયોગી થશે આમ જીવનમાં કરકસર સાથે બચતનું મહત્વ સમજાવવા માટે આ શિક્ષકનો પ્રયાસ અનોખો પ્રયાસ રહ્યો છે. અભ્યાસક્રમ અનુરૂપ સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા બાળકો નું પાયાનું ઘડતર થાય છે. આ પાયાના ઘડતરમાં મારી બચત મારા માટે અને મારા પરિવાર માટે એમ બાળકો આગળ વધશે....
બાળકો પોતાને ઘરેથી મળતા વાપરવાના પૈસા નિ બચત કરી ભવિષ્ય માં પોતાની જરૂરિયાત આ નાનકડી બચત બેન્ક પૂરી કરશે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો