Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 25-06-23 ગઢડા તાલુકાની રામપરા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને પ્રવેશ દ્વારના દાતાનો સન્માન સમારોહ યોજયો.

ગઢડા તાલુકાની રામપરા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને પ્રવેશ દ્વારના દાતાનો સન્માન સમારોહ યોજયો.

        રામપરા પ્રાથમિક શાળામાં તા.12/06/ 2023ના રોજ શાળા પ્રવેશોત્સવ અને પ્રવેશદ્વારના દાતા કરસનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
         કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. કાર્યક્રમમાં સૌપ્રથમ આંગણવાડીના બાળકો અને ત્યારબાદ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારબાદ  શાળામાં પ્રવેશદ્વાર બનાવી આપનાર દાતા કરશનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયાને ફૂલહાર,શાલ, સન્માન પત્ર  અને  સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ તથા શાળામાં 25000નું દાન આપનાર ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક અશ્વિનભાઈ બારૈયાનું પણ સન્માનપત્ર  અને  સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.આ ઉપરાંત બાલવાટિકાના બાળકોને સ્કૂલબેગ આપનાર દાતા ભરતભાઈ ગોંડલિયા તથા શાળામાં બાકડાઓનું દાન આપનાર જિલ્લા પંચાયતના સદસ્ય વાલજીભાઈ જાદવને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ.
         ગત વર્ષે ધોરણ 3થી 8માં પ્રથમ નંબરે પાસ થનાર બાળકોને, એન.એમ.એમ.એસની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર 15 બાળકોને, PSCની પરીક્ષામાં પાસ થનાર 13 બાળકોને, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ થનાર પ્રિન્સ મકવાણાને, બાલાચડી પરીક્ષામાં પાસ થનાર કર્મદીપ ગોહિલને તથા કોમન એન્ટ્રસ ટેસ્ટમાં પાસ થનાર 9 બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. 
         આ પ્રસંગે જિલ્લા બાળવિકાસ અધિકારી, તા.પં.ના પૂર્વ પ્રમુખ વશરામભાઈ તાવિયા, જિ.પં.ના સદસ્ય વાલજીભાઈ જાદવ, ઉદ્યોગપતિ કરસનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયા, પૂર્વ શિક્ષક ભરતભાઈ ગોંડલીયા, સી.આર.સી વિનોદભાઈ કોરડીયા, વનીતાબેન રામી તથા ગામમાથી બહોળી સંખ્યામાં આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 સમગ્ર કાર્યક્રમનું સંચાલન સચિન કોશિયાણીએ, સ્વાગત પ્રવચન મેણીયા ડાયાભાઈએ અને સન્માનપત્રનું વાંચન લખતરિયા જસ્મીનભાઈએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...