બોટાદની જનડા પ્રાથમિક શાળાના શિક્ષકને અપાયો "વિશિષ્ઠ શિક્ષક' તરીકેનો સન્માન.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ 13/6/2023 ને મંગળવારના રોજ શાળામાં ઉજવાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદારશ્રી મોહનાણી સાહેબ, ઉગામેડીના CRC હરેશભાઈ અબિયાણી, પદાધિકારીઓ, ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગાબુ મનુભાઈને શાળામાં કરેલ વિશિષ્ઠ કામગીરી જેવી કે.. અલગ શિક્ષણ પ્રણાલી,સ્વ.સાહિત્યનું નિર્માણ, વ્યસન મુક્તિ, અંધશ્રધ્ધા નિવારણ કામગીરી, એ.બી.પી અસ્મિતા ચેનલ પર રોનકભાઈ પટેલ સાથે તારીખ:-28/5/2023નાં રોજ 'હું તો બોલીશ"માં "ઢોંગી ભુવાનો પદૉફાશ" કાર્યક્રમ, સમયદાન આપી રવિવારે ચાલતો "શિક્ષણનો સેવા યજ્ઞ".. વગેરે વિશેષ કામગીરી બદલ શાળાના આચાર્ય ચાવડા ધીરૂભાઈ દ્વારા શાળા પરિવાર તરફથી "વિશિષ્ઠ શિક્ષક" તરીકે તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાબુ મનુભાઈએ પોતાનું આ સન્માન સમગ્ર શાળા પરિવારને સમર્પિત કર્યું હતું. આજનો સમગ્ર કાર્યક્રમ ગોટી કપિલભાઈ દ્વારા સુંદર આયોજન કરી બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો