ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરનો
રંગદર્શી ૧૨મો એન્યુઅલ ડે યોજાશે.
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરનો રંગદર્શી ૧૨મો એન્યુઅલ ડે યોજાશે. રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે તેમજ યુનીવર્સીટી ગોલ્ડ મેડાલીસ્ટ અને યુનીવર્સીટીમાં ટોપ-ટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર વિધાર્થીનીઓનો સન્માન સમારોહ યોજાશે. ૨૪ કૃતિ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. એન્યુઅલ ડે ના શીર્ષક “બીડેઝલ” ની થીમ સાથે મહેમાનોને “સ્વાગત નૃત્ય” થી આવકાર અપાશે.
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૨મો વાર્ષિકોત્સવ બીરેઝલના શીર્ષક તળે તા. ૧૨ જાન્યુઆરી,૨૦૨૩ ને ગુરુવારના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે રંગોલી રિસોર્ટ પાર્ક, વરતેજ ખાતે યોજવામાં આવશે.૧૨, જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજી નો જન્મ દિવસ છે. આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીના રાષ્ટ્રીય ચારિત્રને ઓળખી શકે તે હેતુથી રાષ્ટ્રીય યુવા દિવસે એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એન્યુઅલ ડેનું નામ બીડેઝલ રાખવામાં આવ્યું છે. આ શબ્દનો અર્થ થાય છે, ઉત્કૃષ્ટ ક્ષમતા કે તેજસ્વિતા દ્વારા કોઈકને પ્રભાવિત કરવા, એ ક્ષમતામાં વાંક ચાતુર્ય, સ્વભાવ, વાણી અને વર્તન બધું જ આવી ગયું. પોતાની તેજસ્વિતા દ્વારા બધી જ જગ્યાએ આનંદ તરંગો ફેલાવવી. આપણી જીંદગી કલરફૂલ બની રહે અને કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓની જીંદગી પણ અદ્ભુત બની રહે તે હેતુથી આ એન્યુઅલ ડેનું નામ રાખવામાં આવ્યું છે.
નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ના ૧૨માં એન્યુઅલ ડે માં કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ વર્ષ દરમિયાન સખત પરિશ્રમ વડે અભ્યાસ દરમ્યાન યુનિવર્સીતીમાં રેન્ક મેળવનાર અને અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર, રમત ગમત ક્ષેત્રે આંતર કોલેજમાં વિજેતા બનનાર અને આંતર યુનિવર્સીટી માં પસંદગી પામનાર ખેલાડી વિધાર્થીનીઓ ની સાથે એન.સી.સી. અને એન.એસ.એસ. માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર તમામ વિધાર્થીનીઓને સન્માન સમારોહ પણ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે યોજવામાં આવશે. ૧૨માં એન્યુઅલ ડેમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોનું બીડેઝલની થીમ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ એન્યુઅલ-ડેમાં ભગવાન વિષ્ણુજીના દસ અવતાર, ભારતના મહાન સપુત જેણે ભારતની સંસ્કૃતિ ની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું તે શિવાજી મહારાજની શિવાજી વંદના, ભારતના યશસ્વી વડા પ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીના જીવન ઉપર આધારિત મોદી થીમ, સૌરાષ્ટ્ર ના લોક સાહિત્યમાં સ્ત્રી શક્તિના દર્શન કરાવતી અને સૌરાષ્ટ્રની વીરાંગના ચારણ કન્યા થીમ, કોરોના મહામારીથી જે વિશ્વમાં હાહાકાર મચ્યો હતો તે કોરોના થીમ, દેશભક્તિ થીમ, ભારતના વિવિધ પ્રાંતના લોકનૃત્યો જેવા કે ગુજરાતના ગરબા, રાજસ્થાની ઘૂમર નૃત્ય, મહારાષ્ટ્ર નું લાવણી નૃત્ય, પંજાબી નૃત્ય વગેરેની સાથે વેસ્ટર્ન ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, ભારતીય સિનેમાના ખ્યાતનામ હીરો-હિરોઈન ઉપર આધારિત વિવિધ થીમો વગેરે સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો