સમજણનો સથવારો,
કવયિત્રી :- દિવ્યા એમ.પુરોહિત "બંસરી" - રાજુલા
સમજણને સથવારે બેઠા,
આંખોના આકારે બેઠા.
દર્દોને શું હોય સમયનું,
વર્ષ દિવસને વારે બેઠા.
જીવ ગયો છે તો પણ જોને,
શ્વાસોના આધારે બેઠા.
લેખા જોખા કર્મોના શું?
કર્મો પણ અંધારે બેઠા.
વૈરાગી થઇ જીવન બોલે,
શબ્દો આ સંસારે બેઠા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો