સમય દર્દનૉ વીતી ગયા પછી શું? કવયિત્રી :- શિલ્પા પાઠક પ્રજાપતિ- વડૉદરા
કવયિત્રી :- શિલ્પા પાઠક પ્રજાપતિ. વડૉદરા
સમય દર્દનૉ વીતી ગયા પછી શું?
દયા રાખનારાના ગયા પછી શું.
હાથમાં કાદવ હતૉ વળી તોય શું,
કમળ ઉગાડતા જૉયા પછી શું.
મજા તૉ ત્યારે આવે જીવવાની,
મારા રંગે રંગાઇ બીજૉ રંગ ચઢે શું?
થાક લાગે ના ત્યાં સુધી ડગ ભરાશે,
પાછલી સાંજમા મારી યાદનું શું?
તનની ચમક તૉ આજ પુરતી હશે,
મંદિરે શિલ્પ શણગાર વગર કરે શું ?.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો