Parichay Talks :- 447 (Lekhak Ni Kalame ) 18-11-22 "રાત્રે પહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર" લેખકનું નામ :- “ વનિતા રાઠોડ “રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક – રાજકોટ

"રાત્રે પહેલા જે સુવે, વહેલા ઊઠે તે વીર"

કોલમનું નામ :- “ થોડાંમાં ઘણું 

લેખકનું નામ :- “ વનિતા રાઠોડ રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક – રાજકોટ 

ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે,  " રાત્રે વહેલા જે સુવેવહેલા ઊઠે તે વીરબલબુદ્ધિ ને ધન વધેસુખમાં રહે શરીર."

       આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા સંતો અને યોગીઓ આ વાતમાં માનતા હતા. તેથી જ તેઓ વહેલી સવાર માં જાગી યોગ અને સાધના કરતા હતા.  તેના દ્વારા ઘણી સિદ્ધિઓ તેઓએ હાંસલ કરેલી હતી. હાલમાં જ ઇન્ટરનેશનલ બુક શેલર એવી પુસ્તક ધ ફાઈવ એએમ ક્લબ વાંચવામાં આવી. વિશ્વની નંબર વન બેસ્ટ બુક સેલર બુક " ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફેરારી" ના લેખક રોબીન શર્મા દ્વારા આ પુસ્તક લખાયેલું છે.

         આ પુસ્તકમાં પણ પરોઢ નો ઉપયોગ કરી જીવનમાં પરિવર્તન લાવવાની વાત કહેવામાં આવી છે. આ પુસ્તકમાં લોકોના જીવનને બદલવાની તકનીક છે. દરેક જનરેશનના એટલે કે દરેક ઉંમરના વ્યક્તિઓને ઉપયોગ થઈ ઉપયોગી થઈ શકે તેવી માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે. વાંચનારના જિંદગીને સંપૂર્ણ પણે બદલી નાખનાર આ પુસ્તક છે. 285 પેજીસની આ પુસ્તકમાં પાના પાના પર અદભુત બાબતો લખાયેલી છે. વ્યક્તિ પોતાની બધી જ ઇન્ટિમસીમાં ગ્લોરી પ્રાપ્ત કરી શકે. પોતાના અંગત સંબંધો પોતાની ઈચ્છાઓમહત્વકાંક્ષાઓને ઉચ્ચતમ રીતે સફળ બનાવી શકે.

          વાંચનાર પોતાની જિંદગીને ભવ્ય બનાવી શકે. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય મેળવી શકે અને મહત્તમ માનવતાવાદી જીવન જીવી શકે એવી બાબતો આ પુસ્તકમાં લખવામાં આવી છે. લેખકની ચાર વર્ષની મહેનત બાદ આ પુસ્તક લખાયેલું છે. જેમાં જીવનને બદલી નાખવાની ક્ષમતાને જાણવા અને સમજવા માટે મદદ મળે. વહેલા ઊઠવાની આદત જીવનમાં સર્વોત્તમ પરિણામ લઈ આવે અને ખુશી સાથે જીવનનો ભરપૂર આનંદ માણી શકાય એ વાત આમાં લખાયેલી છે. લીડરશીપ અને પર્ફોર્મન્સના નિષ્ણાત  રોબીન શર્માએ ૨૦ વર્ષ કરતાં પણ વધુ સમય પહેલા "ધ ફાઈવ એએમ ક્લબ" નો વિચાર રજૂ કર્યો હતો. તેનો આધાર લઈને સવારનું ક્રાંતિકારી રૂટીન બનાવી તેમના ઘણા ક્લાઈન્ટસ પોતાની ઉત્પાદકતા વધારવાસ્વાસ્થ્ય સુધારવા અને મનની શાંતિને જીવનમાં સુનિશ્ચિત કરવામાં સફળ બન્યા છે.

          આ પુસ્તકમાં જીવનમાં સંઘર્ષનો અનુભવ કરી રહેલા બે અજાણ્યા વ્યક્તિઓના જીવનમાં એક ઉદ્યોગપતિ સંપર્કમાં આવે છે અને એમનો માર્ગદર્શક બને છે. આ પુસ્તકમાં વિશ્વની સૌથી સમજદાર વ્યક્તિઓની અસાધારણ સિધ્ધિઓ મેળવવા માટે તેઓ લોકોએ પોતાના સવારના સમયનો પ્રારંભ કેવી રીતે કરે. વહેલા ઊઠવાની આદતથી પોતાના જીવનના વિઝનને ફોકસ કરીને મહત્તમ પરિણામ શી રીતે મેળવી શકાય વહેલી સવારના નીરવ શાંતિનો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરી અને તેમાં કસરતઆત્મજ્ઞાનતેમજ વ્યક્તિગત વિકાસને માટે સમય જીવનમાં કઈ રીતે ફાળવવો એ જાણી શકાય.

         મોટાભાગના લોકો જ્યારે સૂતા હોય ત્યારે મનોબળ આધારિત પ્રેક્ટિસ કઈ રીતે કરવીઆપણા વિચારોને રચનાત્મક રીતે કઈ રીતે વ્યક્ત કરવા અને આપણા દિવસની શરૂઆત શાંતિપૂર્વક રીતે કઈ રીતે શરૂ કરવી તે બાબતની માહિતી પુસ્તકમાં આપેલી છે. આપણી ક્ષમતાકુશળતા અને સપનાઓને આગળ વધારવા માટે ડિજિટલ દુનિયામાં ખૂપી રહેવાને બદલે અને અન્ય સામાન્ય બાબતોમાં માથું મારવાને બદલે અંતઃસ્ફુરણા ઉપર ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું કે જેથી સમૃદ્ધિ અને પ્રભાવનો આનંદ માણી શકાય.

          દુનિયા ઉપર આપણી અસર કઈ રીતે ઊભી કરી શકાય એ વાત આ પુસ્તકમાં લખવામાં આવી છે. આમ તો પુસ્તક વાંચવું ખૂબ જરૂરી છે. જેમ શારીરિક કસરત કરીએ અને શરીરને ફાયદો થાય. તેમ જ મગજની કસરત માટે પુસ્તકો વાંચવા ખૂબ જરૂરી છે. પુસ્તક વાંચવા એ એક પ્રકારનું ધ્યાન છે. પુસ્તક વાંચવાથી તણાવ દૂર થાય અને એકાગ્રતા વધે છે. સફળ લોકોના જીવનમાં એક લાઇબ્રેરી હોય છે. સફળ લોકો ખૂબ સારું વાંચન કરતા હોય છે. કહેવાય છે કે દુનિયામાં માણસને ખરેખર શું જોઈએ છેઅને એ મેળવવા માટે માણસે શું કરવું જોઈએમાણસ પોતાની મહત્વકાંક્ષા કઈ રીતે પ્રાપ્ત કરી શકેએ તમામ વસ્તુઓ આ દુનિયાના પુસ્તકોમાં લખાઈ ગયેલ છે. જેમ પથ્થરને સોનુ બનાવનાર પારસમણી આપણે શોધવી રહી. તેમ આપણા જીવનમાં પારસમણી સમાન પુસ્તકો આપણે જ શોધવા રહ્યા.

પરિચય તમને શુભકામનાઓ આપે છે. ફ્રેશ ગવર્મેન્ટ નોકરીઓખાસ નવુંજી.કેકરંટ અફેર્સફોટો ગેલેરીમનોરંજનસપોર્ટબીજુ ઘણું બધું જોવા આપણી પરિચય એપ ડાઉનલોડ કરો,અને પરિચય ટોક બ્લોગને ફોલો કરો, parichaytalks.com વેબસાઈટ ને ફોલો કરોતેમજ અમારા દરેક સોશિયલ મીડિયાને ફોલો કરો અને નવી વિશેષ માહિતી મેળવતા રહોઆભાર.Parichay Talk No 1 App Download here :    https://play.google.com/store/apps/details?id=com.rhythm.parichaytalk

----------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Who sleeps first in the night, wakes up early is brave” Author Name :- “Vanita Rathore “President Award Teacher – Rajkot

Author Name :- “Vanita Rathore “President Award Teacher – Rajkot
There is a good saying in Gujarati that, "He who sleeps early at night and gets up early will be brave, strong, intelligent and rich, and his body will be happy."
       As per our Indian culture our saints and yogis believed in this. That is why he used to wake up early in the morning to do yoga and sadhana. They achieved many achievements through it. Recently read the book The Five AM Club by International Booksellers. This book is written by Robin Sharma, the author of the world's number one best seller book "The Monk Who Sold His Ferrari".
         In this book also it is said to bring change in life by using Parodh. This book has techniques to change people's lives. Information that can be used and useful by people of every generation, that is, every age, has been given in this book. This is a book that will completely change the life of the reader. In this book of 285 pages, amazing things are written on pages. One can attain glory in all his intimacies. One's personal relationships can make one's desires, ambitions successful in the highest way.
          The reader can make his life grand. Things are written in this book to get in touch with nature and lead a maximum humanitarian life. This book is written after four years of hard work of the author. Which helps to know and understand the life changing potential. It is written in this that the habit of getting up early brings the best results in life and one can enjoy life to the fullest with happiness. Leadership and performance expert Robin Sharma came up with the idea of ​​"The Five AM Club" more than 20 years ago. Many of his clients have succeeded in increasing their productivity, improving their health and ensuring peace of mind in life by creating a revolutionary morning routine based on it.
          In this book, a businessman comes in contact and becomes a mentor in the lives of two strangers who are experiencing struggles in life. In this book, the world's wisest people learn how people start their mornings to achieve extraordinary results. How can get maximum results by focusing the vision of one's life with the habit of getting up early? One can learn how to use the quietness of the early morning moment by moment and allocate time in life for exercise, self-knowledge, and personal development.
         How to practice mindfulness when most people are sleeping? The book provides information on how to express our thoughts creatively and how to start our day in a peaceful way. How to focus inwardly instead of hiding in the digital world and head into other mundane pursuits to grow our abilities, skills and dreams so as to enjoy prosperity and influence.
          How can we create an impact on the world? That is written in this book. So reading the book is very important. As we do physical exercise and the body benefits. Also, reading books is very important for brain exercise. Reading a book is a form of meditation. Reading a book relieves stress and increases concentration. Successful people have a library in their lives. Successful people are very well read. It is said that what does man really want in the world? And what should a man do to get it? How can a man achieve his ambition? All those things are written in the books of this world. As we are searching for the Parasmani who turns the stone into gold. So in our life we ​​kept searching for similar books.

Introduction I wish you all the best. To see Fresh Govt Jobs, Special New, GK, Current Affairs, Photo Gallery, Entertainment, Support, much more, download our Vishkah App, and follow Vishkah Talk Blog, follow parichaytalks.com website, as well as all our social Follow the media and keep getting new special information, thanks.Parichay Talk No 1 App Download here : https://play.google.com/store/apps/details?id=com.rhythm.parichaytalk

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...