શિશુવિહાર સંસ્થામાં ભગવાનના વાઘા અને શણગારનું પ્રદર્શન
નગરજનો તેનો સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ દરમિયાન તેનો લાભ લઇ શકશે
અત્યારે શ્રાવણનો પવિત્ર માસ ચાલી રહ્યો છે. આ માસમાં વિવિધ વ્રતો અને તહેવારોની ગુજરાતમાં મોટાપાયા પર ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર શ્રાવણ માસમાં દેવદર્શનનો પણ ખૂબ મહિમા છે. પવિત્ર માસને અનુલક્ષીને મંદિરો સાથે ભગવાનને પણ નવાં વાઘાથી સુશોભિત કરવામાં આવે છે.
ત્યારે શિશુવિહારના શ્રી ઇન્દિરાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ બહેનો દ્વારા તૈયાર થયેલ ભગવાનને શણગારવા માટેના નવી ડિઝાઇન અને રૂપરંગના વસ્ત્રો સાથે પાઘડી અને ઉપવસ્ત્રોના વાઘા અને શણગારનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
હાથથી તૈયાર થયેલ વસ્રોી નું આ પ્રદર્શન સવારે ૯-૩૦ થી બપોરે ૧૨-૩૦ દરમિયાન જોવાં મળી શકશે આ ઉપરાંત સાંજે ૪-૩૦ પછી લાલજી મહારાજના વાઘા અને શણગાર મેળવી શકાશે.
ઇન્દિરાબેન ભટ્ટના પરિશ્રમથી તૈયાર થયેલ સુંદર વાઘા નિહાળવાં શિશુવિહાર સંસ્થા દ્વારા સૌ નગરજનોને આમંત્રણ પાઠવાયું છે.
-------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
Display of Bhagwan's Waghas and Decorations in the Shishu Vihara Sanstha
Citizens will be able to avail it from 9-30 in the morning to 12-30 in the afternoon
Now the holy month of Shravan is going on. In this month, various fasts and festivals are celebrated on a grand scale in Gujarat. Devdarshan is also very glorified in this holy month of Shravan. Depending on the holy month, the temples along with the Lord are also decorated with new Waghas.
An exhibition of turbans and under garments along with new designs and ruparang garments prepared by the sisters under the guidance of Shri Indiraben Bhatt of Shishuvihar is held.
This exhibition of handmade vasroi can be seen from 9-30 am to 12-30 pm and after 4-30 pm one can get Lalji Maharaj's waghas and decorations.
All the townspeople are invited by the Shishu Vihar Sansthan to see the beautiful Wagah prepared by the hard work of Indiraben Bhatt.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો