ચાલશે..... કવિ :- વહિદ શાહ - બોટાદ
સાવ ખોટો શ્વાસ દ્યો તો ચાલશે
પ્રેમનો વિશ્વાસ દ્યો તો ચાલશે
ઝંખના રાખી. નથી મે પ્રેમની
સ્નેહનું આકાશ દ્યો તો ચાલશે
સ્પર્શ તારો હું કદી પામ્યો નથી
નજીકનો આભાસ દ્યો તો ચાલશે
હું નથી કે ' તો કે સાગર દયો મને
ઝાંઝવાની પ્યાસ દ્યો તો ચાલશે
રોજ કાંઈ ધેર આવવું સારું નથી
હ્રદયમાં નિવાસ દ્યો તો ચાલશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો